For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે 10-10 કરોડમાં ખરીધ્યા અમારા ધારાસભ્યઃ ગુજરાત કોંગ્રેસ

ગુજરાતમાં 8 વિધાનસભા સીટો પર યોજાનાર પેટા ચૂંટણીના કારણે કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં 8 વિધાનસભા સીટો પર યોજાનાર પેટા ચૂંટણીના કારણે કોંગ્રેસે સત્તારૂઢ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલને એક વીડિયો જારી કર્યો છે. એ વીડિયો દ્વારા ભાજપ પર કોંગ્રેસ ધારાસભ્યોને દસ-દસ કરોડ રૂપિયામાં ખરીદવાનો આરોપ લગાવ્યો. વીડિયો મુજબ પૂર્વ સાંસદ સોમા પટેલ કોંગ્રેસના એક નેતાને કહેતા દેખાય છે કે ભાજપે 10-10 કરોજથી વધુ કોઈને નથી આપ્યા. આ વીડિયોમાં સોમાભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભાજપ અધ્યક્ષના સંપર્કમાં હોવાની વાત પર કહેતા દેખાય છે.

congress

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

કોંગ્રેસ દ્વારા આ વીડિયો જાહેર કરાયા બાદ રાજ્યમાં રાજકીય પારો ગરમાયો છે. વીડિયો મુજબ બે નેતા તેમાં જોવા મળે છે. તેમની વચ્ચે ઘણી વાતચીત ચાલે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો પેટા ચૂંટણી માટે રવિવારે પ્રચાર થમતા પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હવે આ વીડિયોથી રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસે આ વીડિયોને પત્રકારોને બતાવ્યો. આ વીડિયોમાં સોમાભાઈ સાથે વાત કરનાર વ્યક્તિ અંકિત બારોટ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

'ભ્રમ તેમજ જૂઠ ફેલાવવાની કોંગ્રેસની આદત'

વર્તમાનમાં અંકિત ગાંધીનગર મહાનગર પાલિકમાં છે. વળી, સોમાભાઈ સાંસદ રહી ચૂક્યા છે. વીડિયોમાં આ બંનેને બતાવાયા છે પરંતુ વીડિયોની વનઈન્ડિયા પુષ્ટિ કરતુ નથી. આ વીડિયોના વાયરલ થયા બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે પોતાના નિવેદનમાં કહ્યુ કે કોંગ્રેસને બધી સીટો પર હારનો આભાસ થઈ ગયો છે માટે તે જનતા ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પાટિલે કહ્યુ કે ચૂંટણી પહેલા ભ્રમ તેમજ જૂઠ ફેલાવવાની કોંગ્રેસની આદત છે.

માસ્ક કાયદો અનિવાર્ય કરનાર પહેલુ રાજ્ય બન્યુ રાજસ્થાનમાસ્ક કાયદો અનિવાર્ય કરનાર પહેલુ રાજ્ય બન્યુ રાજસ્થાન

English summary
Gujarat: Congress accuse on BJP of buying MLAs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X