ગુજરાત ચૂંટણી : BJP સામે કોંગ્રેસે તહોમતનામુ જાહેર કર્યું

આ અંગે મોઢવાડિયાએ જણાવ્યું કે "આ ચાર્જશીટમાં ભાજપના 17 વર્ષના શાસનનો હિસાબ છે. તે વિધાનસભામાં તારાંકિત અને બિન તારાંકિત પ્રશ્નો, આરટીઆઇ હેઠળ મેળવવામાં આવ્યા છે. તેના આધારે તહોમતનામુ ઘડાયું છે. અમારા 40 વર્ષના શાસનમાં બાળકો, મહિલાઓ સલામત હતા. નરેન્દ્ર મોદીના શાસનમાં કોઇ સલામત નથી. તમામ વહીવટી તંત્ર મોદીના પ્રચારમાં કાર્યરત છે. સૌથી વધારે મંદિરો અહીં લૂંટાયા, મહંતોની હત્યા થઇ. 12.55 લાખ ગુના નોંધાયા. અંદાજે 11051 મહિલાઓ સામેના અત્યાચાર નોંધાયા છે."
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે "ભાજપ આજે જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. આજે બંડલ સપ્લાય આવશે. અમે શાળા બનાવીશું, આઇટીઆઇ બનાવીશું વગેરે જાહેરાતો કરશે. 15000 કરોડ વનબંધુ કલ્યાણ પેકેજ, 13000 કરોડની સાગરખેડૂ યોજના જાહેર કરી પણ તેની ફાળવણી કરી નથી. તેમણે માત્ર ઉદ્યોગપતિઓને જમીન આપવાનું કામ કર્યું છે. તેમણે એક પણ ઇરિગેશન પ્રોજેક્ટનું કામ કર્યું નથી. તેમના બણગા આજે ફૂટી જશે."
તેમણે જણાવ્યું કે "ગુજરાતમાં બહેનોની સલામતી નથી, બાળકોની સલામતી નથી. આજે જનતા હિસાબ માંગવા નીકળી છે આથી ભાજપ સરકારે માયાજાળ ઉભી કરી છે. તમારામાં હિમ્મત હોય તો લોકોની વચ્ચે જાવ, સિનેમાના પડદા પર ખર્ચો કરીને શા માટે સંબોધન કરો છો? ગુજરાતમાં લોકાયુક્ત શા માટે નિમાતા નથી?"
વાધેલાએ જણાવ્યું કે "આ ગુજરાતની વિધાનસભાનું ઇલેક્શન છે. દિલ્હીની લોકસભાનું નહીં. બધાને છેતરવા માટે દિલ્હીની સરકારે, સોનિયા ગાંધીએ, મનમોહનસિંહે, રાહુલ ગાંધીએ, છેલ્લે અહેમદ પટેલે અન્યાય કર્યો. અન્યાય તેમણે નથી કર્યો. અન્યાય ગુજરાત સરકારે કર્યો છે. ન્યાય આપવાનું તેમના હાથમાં છે અને તેથી જ ગુજરાતની વર્તમાન સરકારે ગુજરાતની પ્રજાને અન્યાય કર્યો છે."
શંકરસિંહ વાધેલાએ જણાવ્યું કે"ગપ્પા મારવાની હદ હોય. દાખલા તરીકે સોનિયા ગાંધીની નજર ગુજરાતની તિજોરી પર છે. ગુજરાતની તિજોરી દિલ્હીની તિજોરી કરતા મોટી છે? એવું હોય તો 14000 કરોડની માંગણી શા માટે કરી હતી? કારણ કે ગુજરાતની તિજોરી તળિયાઝાટક છે."
વાધેલાએ જણાવ્યું કે "ભાજપના નેતાઓ ગુજરાતનું રાજ્ય 2002માં જ બન્યું હોય તેવી રીતે વાત કરે છે. મને કોઇ વિડિયો કેસેટ બતાવે ભાજપના પ્રચારની કે જેમાં લોકોને ઉશ્કેરવાનો મુદ્દો હોય. 2007માં અહેમદ મિયાં પટેલ જેવી હલકી ભાષા તેમને શોભા નથી આપતા. જે વ્યક્તિ ધારે એ કરી શકે તેમના માટે ગુજરાતની ચૂંટણીઓમાં વ્યક્તિગત સ્વાર્થ માટે ઢસેડવા માનસિક વિકૃતિ છે."
તેમણે "અમે આપેલા 12 મુદ્દાઓ જોવા જેવા છે. પેટ્રોલ-ડીઝલ પર વેટ ઓછો કરવો, રોજગારી આપવી, મકાન આપવા માટે 17 વર્ષથી અમે તેમને રોકી રાખ્યા ન હતી. અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકાર નીતિ ચૂકી ગઇ છે."












Click it and Unblock the Notifications
