For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 જૂન: ગુજરાત કોંગ્રેસે બુધવારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને જીવતે જીવ શ્રદ્ધાંજલિ આપી દિધી. નેલ્સન મંડેલા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ભરતી છે અને તેમની હાલત નાજુક છે. બુધવારે સાંજે ઇન્ટરનેટ પર તેમના મોતની અફવા ઉડી હતી. સોશિયલ સાઇટ્સ અને એસએમએસ દ્વારા એવી અફવાએ જોર પકડ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનું અવસાન થયું છે.

અફવાને આધારે ગુજરાત કોંગ્રેસે 'નેલ્સન મંડેલાના મોત પર શોક સંદેશ જાહેર કરી દિધો. આ અખબારી યાદીમાં ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને શંકર સિંહ વાધેલાએ 'મહાન નેતાના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે'. જોકે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ સમાચારની સત્યતા તપાસ કર્યા વગર અખબારી યાદીમાં નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રકારની ભૂલ પ્રથમવાર થઇ નથી કે કોઇ જીવીત વ્યક્તિને મૃત જાહેર કર્યા હોય. આ અગાઉ તેમને જયપ્રકાશ નારાયણને મૃત જાહેર કર્યા હતા. અર્જુન મોઢવાડિયા દ્વારા આ મુદ્દે ટ્વિટર પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હમણા 8 ફેબ્રુઆરીના રોજ સોશિયલ સાઇટ્સ અને એસએમએસ દ્વારા એવી અફવાએ જોર પકડ્યું હતું કે બોલિવુડના પીઢ અભિનેતા અને સંવાદ લેખક કાદરખાનનું અવસાન થયું છે. જોકે ગુજરાતની કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આ સમાચારની સત્યતા તપાસ કર્યા વગર પોતાના ફેસબુક એકાઉન્ટ પર કાદર ખાનને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિએ પોતાના સોશિયલ સાઇટ્સ ફેસબુકના એકાઉન્ટ પર કાદર ખાનના નિધન અંગે સંદેશો આપતા લખ્યું કે "ફિલ્મ જગતના મશહુર કલાકાર, ડાયલોગ રાઇટર અને હાસ્યની છોળો ઉડાડી બોલીવુડના પ્રથમ હરોળના અભિનેતા બનેલ શ્રી કાદરખાનની વિદાય. જગતને હસાવનાર આજે રોવડાવી ગયા. અલવિદા..... શ્રદ્ધાસુમન.....

એકબાજુ કોંગ્રેસની આવી લાપરવાહીથી હાસ્ય આવે અને બીજી તરફ ગુસ્સો આવે કે એક જીવતા જાગતા વ્યક્તિને શ્રદ્ધાસુમન પાઠવતા પહેલા કોંગ્રેસે ક્રોસ ચેક તો કરી લેવું જોઇતું હતું. દેશની મોટી રાજકિય પાર્ટી આવી બેદરકારી કેવી રીતે વર્તી શકે?. જોકે મજાની વાત એ છે કે કોંગ્રેસે આ સંદેશો પોતાના ફેસબુક પર મુક્યો એની 25 મિનિટની અંદર 352 લોકોએ તેને લાઇક કર્યું, 89 લોકોએ શેર કર્યું, 66 લોકોએ કમેન્ટ પણ કરી. એમ કહી શકાય કે આ અફવા ફેલાવવામાં કોંગ્રેસનો કેટલો મોટો હાથ છે. જોકે ટીવી ચેનલે અને અન્ય મીડિયાએ આ અંગેના કોઇ સમાચાર આપ્યા ન્હોતા.

જોકે બાદમાં અફવાની ખબર પડતા કોંગ્રેસે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી કાદર ખાનની તસવીર સાથેની શ્રદ્ધાંજલિ હટાવી દીધી હતી. અને આ અફવાઓના પગલે ખુદ કાદર ખાને મીડિયામાં આવીને જણાવ્યું કે 'હું મર્યો નથી, હું હજી જીવું છું.'

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

ગુજરાત કોંગ્રેસે 'નેલ્સન મંડેલાના મોત પર શોક સંદેશ જાહેર કરી દિધો. આ અખબારી યાદીમાં ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને શંકર સિંહ વાધેલાએ 'મહાન નેતાના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે'.

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ પ્રકારની ભૂલ પ્રથમવાર થઇ નથી કે કોઇ જીવીત વ્યક્તિને મૃત જાહેર કર્યા હોય. આ અગાઉ તેમને જયપ્રકાશ નારાયણને મૃત જાહેર કર્યા હતા. અર્જુન મોઢવાડિયા દ્વારા આ મુદ્દે ટ્વિટર પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

ગુજરાત કોંગ્રેસે મંડેલાને મારી નાખ્યા, જાહેર કર્યો શોક સંદેશ

અફવાને આધારે ગુજરાત કોંગ્રેસે 'નેલ્સન મંડેલાના મોત પર શોક સંદેશ જાહેર કરી દિધો. આ અખબારી યાદીમાં ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને શંકર સિંહ વાધેલાએ 'મહાન નેતાના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે'. જોકે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ સમાચારની સત્યતા તપાસ કર્યા વગર અખબારી યાદીમાં નેલ્સન મંડેલાને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.

English summary
Gujarat Congress Party leader Arjun Modhwadia acted hastily and declared that the South African leader is no more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X