ગુજરાત કોંગ્રેસે યુવાનો બાદ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત
કોંગ્રેસ દ્વારા યુવાનો માટે 'નવસર્જન યુવા રોજગાર સ્કીમ' લોન્ચ કાર્ય બાદ મંગળવારે ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ભરતસિંહ સોલંકી નવા અભિયાનની જાહેરાત કરી હતી, જેને 'નવસર્જન ખેડૂત અભિયાન' નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અમારી સરકાર બની તો અમે ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે સૌથી પહેલા નર્મદાની કેનાલનું કામ પૂરું કરાવીશુ. રાજ્યમાં ૩.૯૫ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે અને ૧૦ વર્ષમાં 17 લાખ ખેત મજૂરોમાં વધારો થયો છે તેને ભવિષ્યમાં લાભ થાય તેવા કેમ કરીશું. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ ખેડૂતોને મગફળી અને કપાસના ટેકાના યોગ્ય ભાવ નથી આપતી.
નોંધનીય છે કે, આ અભિયાન મુજબ કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે તો તે ખેડૂતોના દેવા માફ કરશે, લઘુતમ ટેકાના ભાવનો અસરકારક રીતે અમલ કરશે, દરેક ખેડૂતોને મફત સિંચાઇનું પાણી અને ૧૬ કલાક અવિરત વીજળી હોર્ષ પોવર મુજબ આપવામાં આવશે. એ ઉપરાંત સેટેલાઇટ જમીન માપણી જુની પદ્ધતિથી કરવામાં આવશે. વિવિધ ખેડૂતલક્ષી મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કાર્ય પહેલા જ યુવાનો અને ખેડૂતોને પોતાના તરફ કરવા માટે જાહેરાતો કરી રહી છે.