મોદી નથી ઇચ્છતા કે પાર્લેમેન્ટમાં જય શાહની ચર્ચા થાય : રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ દહેગામ પછી અરવલ્લીના બાયડમાં ખેડૂત અધિકાર સભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. આ પ્રસંગે તેમની સાથે અશોક ગહેલોત સમેત ભરત સિંહ સોલંકી જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. વધુમાં મોટી સંખ્યામાં લોકો પણ રાહુલ ગાંધીની આ સભામાં હાજરી આપી હતી. ત્યારે આ સભામાં રાહુલ ગાંધીએ રાફેલ કરાર, નોટબંધી, જય શાહ જેવા મુદ્દાઓ પર પીએમ નરેન્દ્ર મોદી અને  ભાજપ સરકારને ધેરવાનો પ્રયાસ કર્યો હતો. 

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે મનરેગાને ચલાવવા માટે કેન્દ્ર સરકારે 35 હજાર કરોડ રૂપિયા લગાવ્યા હતા. તેટલા જ રૂપિયા પીએમ મોદીએ ગુજરાતમાં ટાટા નેનો કંપનીને આપ્યા છે. તેમણે કહ્યું કે તમારી વિજળી, પાણી અને જમીન ટાટા નેનોએ લઇ લીધી. પણ શું તમને તે પછી ગુજરાતના રસ્તા પર ટાટા નેનો જોઇ? સાથે જ તેમણે સ્વાસ્થય કેન્દ્રના ખાનગીકરણ પર પણ કહ્યું કે મધ્યમ વર્ગનો માણસ બિમારીના કારણે દેવામાં પડી જાય છે. આ તમારા પૈસા છે નરેન્દ્ર મોદીજીની પૈસા નથી. ગુજરાતી જનતાના પૈસા છે.

ગુજરાતના કરોડો ખેડૂતોને મોદીએ 1 રૂપિયો પણ નથી આપતો. ગુજરાતના ખેડૂતોએ ગુજરાત માટે લોહી પાણી એક કરે છે. પણ આજના ગુજરાતમાં તેમની કોઇ જગ્યા નથી. જો કોઇની જગ્યા છે તો તે છે ઉદ્યોગપતિઓની.
સાથે જ રાહુલ ગાંધીએ પુછ્યું કે નોટબંધી વખતે શું તમે કોઇ ઉદ્યોગપતિને લાઇનમાં ઉભેલો જોયો છે. ભારતના તમામ ચોરોએ તેમનું કાળું નાણું સફેદ કરી દીધું. તે પછી ગબ્બર સિંહ ટેક્સ આવ્યો એટલે કે જીએસટી. જેનાથી વેપારીઓને નુક્શાન થયું. મોદીજી જાદુગર છે તે જાદુથી એક એક કંપની નીકળી છે. જેના કારણે જય શાહ જ્યાદા ખાઇ ગયો.

તેમણે લોકોને પુછ્યું કે 50 હજાર રૂપિયામાં ત્રણ ચાર મહિનામાં શું તમે 80 કરોડમાં કરી શકો છો? ચોરીથી જ આ બન્યું છે. ભારતમાં ખાલી એક જ કંપની છે તે છે જય શાહની કંપની. સાથે જ તેમણે કહ્યું કે મોદી નથી ઇચ્છતા કે પાર્લેમેન્ટમાં જય શાહની ચર્ચા થાય કે પછી રફાલનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગપતિઓને કેમ આપવામાં આવ્યો તે મામલે ચર્ચા થાય માટે તે પાર્લામેન્ટના શિયાળુ સત્રને ચાલુ નથી થવા દેતા. રાહુલે કહ્યું કે પીએમ મોદીનો હવે એક નવો નારો બહાર આવ્યો છે. ના બોલીશ ન બોલવા દઇશ.

English summary
Gujarat Assembly elections 2017: Congress VP Rahul Gandhi addressing Khedut Adhikar Sabha in Bayad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.