દારૂના દુષણ સામે સરકાર પગલાં નહી ભરે તો જનતા રેડ કરાશેઃ કોંગ્રેસ
દારૂના દુષણ સામે સરકાર પગલાં નહી ભરે તો જનતા રેડ કરાશેઃ કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “સરકાર કોઈ મદદ તો નથી કરતી પણ સરકાર દ્વારા વ્યસન પીરસવામાં આવે છે.

રોજીંદ ગામના સરપંચની પોલીસ સ્ટેશનમાં વારંવારની રજુઆત છતાં કાર્યવાહી થતી નથી. દારૂના અડ્ડાવાળાએ દુકાનમાં તોડફોડ કરી અને કહ્યું કે “તમે અમારો અડ્ડો બંધ કરવા પોલીસ સ્ટેશન જાઓ છો, તમે અને સરપંચ ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં કાગળો લખો છો. કાગળો લખવાનું બંધ કર નહીંતર આ કરીયાણાની દુકાન સાથે તને જીવતો સળગાવી જઈશ, સરપંચ સાથે જે કોઈ અમારા અડ્ડા બંધ કરાવવાની કોશીશ કરશે તેમની લાશ પણ જોવા નહી” મળે તેવી ખુલ્લેઆમ ધમકી આપે છે” તેવો પત્ર શ્રી રાજુભાઈ લખે છે. ત્યાથી અટકતુ નથી ગામના સરપંચ અને આગેવાનો ભેગા થઈને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલને મળે છે. છતાં દારુના અડ્ડા ચાલુ છે બંધ થતા નથી.
કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યુ હતુ કે, વારંવાર રજુઆત કરવા છતા દારૂના અડ્ડા કેમ બંધ થતા નથી ? લઠ્ઠાકાંડની તટસ્થ તપાસ થાય, જવાબદાર સામે સખત પગલા ભરાય તેવી માંગ સાથે કોંગ્રેસ રાજ્યના ચાર ઝોનમાં ધરણા પ્રદર્શન કરશે. આગામી દિવસોમાં દારૂના દુષણ સામે સરકાર પોલીતંત્ર પગલા નહિ ભરે તો જનતા રેડ કાર્યક્રમો પણ કોંગ્રેસ દ્વારા અપાશે.












Click it and Unblock the Notifications
