For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 20 લાખ લોકો કંટેનમેન્ટ અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં

ગુજરાતના 20 લાખ લોકો કંટેનમેન્ટ અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દેશભરમાં Unlock- 1 લાગૂ કરી દેવામાં આવ્યું છે. ચાર તબકકાના લૉકડાઉન બાદ હવે લૉકડાઉન ખોલવાના એક દિવસ અગાઉ ગુજરાતના 4.42 ઘરના કુલ 20.8 લાખ લોકોને કંટેનમેન્ટ ઝોન અને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યની કુલ વસ્તી 6.5 કરોડની છે જેમાંથી 20.8 લોકોને લૉકડાઉનમાં રાહત નથી મળી.

coronavirus

19મી મેના રોજ ગુજરાત સરકારે 2 લાખ જેટલા ઘરને કંટેનમેન્ટ ઝોનમાં નાખ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશને 46 વિસ્તારોમાં રહેતા 69000 લોકોને માઈક્રો કંટેનમેન્ટ ઝોનમાં નાખ્યા છે, વડોદરા કોર્પોરેશને 51000 શહેરી લોકોને અને ગ્રામીણ વિસ્તારોમાં 1200 જેટલા લોકોને કંટેનમેન્ટ ઝોનમાં નાખ્યા હતા.

અમદાવાદ પછીનું હૉટસ્પૉટ સીટી સુરતમાં 13.63 લાખ લોકોને પ્રતિબંધિત કંટેનમેન્ટ ઝોનમાં નાખવામાં આવ્યા છે, જેમાં રાંદેર, કતારગામ, લિંબાયત, સારથાણા, અઠવા, ઉધના અને વછારા વિસ્તારો અને શહેરનું સેન્ટ્રલ ઝોન પણ કંટેનમેન્ટ ઝોનમાં આવે છે. જ્યારે સુરત જિલ્લામાં 63 હજાર હજાર લોકો કંટેનમેન્ટ ઝોનમાં આવે છે.

મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓના 20 લાખ 94 લોકો કંટેનમેન્ટ ઝોનમાં છે.

રાજ્ય સરકારની હેલ્પલાઈન નંબર

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકો રહેલા વ્યક્તિઓના પ્રશ્નોનું તબીબી નીરાકરણ માટે હેલ્પલાઈન નંબર બહાર પાડી છે. જેમાં કોલ કરી કોઈપણ શખ્સ તબીબી સહાય અથવા પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકે છે.

  • કોરોના વાયરસ હેલ્પ ડેસ્ક ઈમેલ આઈડી- [email protected]
  • WhatsApp Helpline Number- +91 7433000104
  • હેલ્થ હેલ્પલાઈન નંબર- 104

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ

ગુજરાતમાં હાલ કુલ 5822 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 930 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં જુઓ સૌથી વધુ કેસ ક્યાંથી આવ્યા...

  • અમદાવાદ- 4420 એક્ટિવ કેસ
  • સુરત- 449 એક્ટિવ કેસ
  • વડોદરા- 409 એક્ટિવ કેસ
  • ગાંધીનગર- 103 એક્ટિવ કેસ

Unlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશેUnlockd- 1: આજે ગુજરાતમાં બસો દોડતી થઈ જશે, ઑફિસો પણ ખુલશે

English summary
Gujarat Containment Zone List: over 20 lakh gujarati in containment zone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X