For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની યાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલિસકર્મીએ ગોળી મારી કરી આત્મહત્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેવડિયા યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત રાજ્ય પોલિસના એક સબ ઈન્સ્પેટક્ટરે મંગળવારે સહકર્મીની સર્વિસ રિવોલ્વરથી પોતાની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેવડિયા યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત રાજ્ય પોલિસના એક સબ ઈન્સ્પેટક્ટરે મંગળવારે સહકર્મીની સર્વિસ રિવોલ્વરથી પોતાની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. અમરેલી પોલિસ નાયબ અધિક્ષક આર ડી ઓઝાએ જણાવ્યુ કે આત્મહત્યા કરનાર પોલિસ સબ ઈન્સ્પેક્ટરની ઓળખ ફિનાવિયા (29) તરીકે થઈ છે. તેમણે જણાવ્યુ કે પોલિસ સબ ઈન્સ્પેક્ટર નવસારી જિલ્લામાં સ્થાનિક ગુના શાખામાં તૈનાત હતા અને કેવડિયા સર્કિટ હાઉસની બહાર તેમને પ્રધાનમંત્રીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

revolver

તેમણે જણાવ્યુ કે ફિનાવિયાએ સવારે સાડા દસ વાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઓઝાએ નર્મદા જિલ્લાના કેવડિયા પોલિસ સ્ટેશનમાં આ ઘટના અંગે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના એ વખતે થઈ જ્યારે મોદી કેવડિયાના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારમાં નિર્મિત પર્યટક સુવિધાઓનુ મોનિટરિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યુ કે ફિનાવિયાની આ કથિત આત્મહત્યાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેવડિયામાં આયોજિત રાજ્ય સ્તરીય સમારંભના સુરક્ષા બંદોબસ્તનો તે ભાગ હતા.

પોલિસ નાયબ અધિક્ષકે કહ્યુ, 'ફિનાવિયાએ પોતાના દોસ્ત એમબી કોંકણીના હથિયાર સાથે ફોટો લેવા માટે રિવોલ્વર માંગી પરંતુ જેવુ કોંકણીએ પોતાની રિવોલ્વર ફિનાવિયાને આપી, તેણે આને પોતાના કપાટ પર મૂકી અને પોતાને ગોળી મારી દીધી.' તેમણે કહ્યુ કે ફિનાવિયાનુ સ્થળ પર જ મોત થઈ ગયુ, તેમનુ શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ. સરદાર સરોવર ડેમમાં જળ સ્તર મહત્તમ સ્તર સુધી પહોંચવા પ્રસંગે રાજ્ય સરકાર તરફથી આયોજિત નમામિ દેવી નર્મદે મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ પ્રધાનમંત્રી સાથે ઘટના સ્થળે હાજર હતા.

આ પણ વાંચોઃ આતુરતાનો અંત, ટૂંક સમયમાં ઈસરો પેનલ વિક્રમ લેંડરનો રિપોર્ટ કરશે શેરઆ પણ વાંચોઃ આતુરતાનો અંત, ટૂંક સમયમાં ઈસરો પેનલ વિક્રમ લેંડરનો રિપોર્ટ કરશે શેર

English summary
gujarat cop kills self on duty during pms visit to kevadiya colony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X