For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ વેક્સીન લગાવવાનુ પ્રશિક્ષણ શરૂ, એક દિવસમાં 50 હજાર લોકોને અપાશે ડોઝ

ગુજરાતમાં કોરોના વેક્સીનનો ડોઝ કઈ રીતે લગાવવાના છે તેનુ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Corona Vaccine Update: કોરોના મહામારી સામે લડવા માટે જે વેક્સીન ડેવલપ કરવામાં આવી રહી છે તેનો ડોઝ કઈ રીતે લગાવવાના છે તેનુ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ રીતનુ પ્રશિક્ષણ સુરત શહેરના મેડિકલ ઑફિસરોને પાલ રોડ સ્થિત પરફૉર્મિંગ આર્ટ સેન્ટરમાં આપવામાં આવ્યુ. જ્યાં જણાવવામાં આવ્યુ કે કોરોનાની વેક્સીન આવ્યા બાદ એક દિવસમાં 50 હજાર લોકો માટે વેક્સીન પૂરી પાડવામાં આવશે. જેનો ડોઝ લગાવ્યા બાદ લોકોને ડૉક્ટર અડધા કલાક સુધી ઑબ્ઝર્વેશનમાં રાખશે. સાથે જ વેક્સીન લેવાની છે કે નહિ, એ લોકોની મરજી પર નિર્ભર કરશે.

સર્વેથી લઈને તમામ તૈયારીઓ

સર્વેથી લઈને તમામ તૈયારીઓ

અધિકારીઓના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં કોરોના વેક્સીનનો ડોઝ કોરોના વૉરિયર્સ, વૃદ્ધો અને કોમૉર્બિડ દર્દીઓને ડોઝ આપવામાં આવશે. સુરતમાં જલ્દી વેક્સીન આપવાનુ કામ શરૂ પણ થઈ જશે. આના માટે અહીં મહાનગરપાલિકાએ સર્વેથી લઈને તમામ તૈયારીઓ કરી છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવી રહ્યુ છે. ડૉક્ટર્સનુ કહેવુ છે કે જે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે તે ઘણા તબક્કામાં લોકોને આપવામાં આવશે. એવામાં આ વેક્સીન માટે લોકોમાં વિવિધ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. જેમ કે લોકોને કઈ રીતે આનો ડોઝ લાગવાનો છે, એ ચર્ચા વધુ થઈ રહી છે.

વેક્સીનની થર્ડ હ્યુમન ટ્રાયલ

વેક્સીનની થર્ડ હ્યુમન ટ્રાયલ

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસો પહેલા વેક્સીન વિશે માહિતી આપી હતી. તેમનુ કહેવુ છે કે, 'ગુજરાતમાં એક હજારથી વધુ લોકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. અહીં વેક્સીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. તે પછી વેક્સીન ચાર તબક્કામાં વિતરિત કરવામાં આવશે.' વળી, રાજ્યમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના કારણે આગળ પણ લૉકડાઉન અને ફરીથી આખા રાજ્યમાં કર્ફ્યુ લગાવવાની ચર્ચાઓ પર વિરામ લગાવીને રૂપાણીએ તેમને અફવા ગણાવી. રૂપાણી બોલ્યા કે સ્થિતિ અત્યારે કાબુમાં છે અને દિવસનો કર્ફ્યુ કે લૉકડાઉનની વાતો માત્ર અફવા છે.

તબક્કાવાર આ રીતે અપાશે વેક્સીન

તબક્કાવાર આ રીતે અપાશે વેક્સીન

આ પહેલા રૂપાણીએ કહ્યુ, 'અમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યુ હતુ કે પહેલા તબક્કામાં કોરોના વેક્સીન ફ્રંટલાઈન આરોગ્યકર્મી કાર્યકર્તાઓને આપવામાં આવશે, બીજા તબક્કામાં પોલિસકર્મીઓ, સ્વચ્છતાકર્મીઓ વગેરેને પછી ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના સંક્રમિતોને આપવામાં આવશે. ચોથા તબક્કામાં આનો ડોઝ અતિશય નબળા કે વૃદ્ધ લોકોને આપવામાં આવશે.' તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ વેક્સીનને ધ્યાનમાં રાખીને કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી હતી. એ મીટિંગમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શામેલ થયા.

Moderna vaccineને અમેરિકામાં મળી મંજૂરી, ટ્રમ્પે કહી આ વાતModerna vaccineને અમેરિકામાં મળી મંજૂરી, ટ્રમ્પે કહી આ વાત

English summary
Gujarat: Corona Vaccine will be given to 50 thousand people in a day, know the process.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X