Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવર

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 71 હજારને પાર થઈ ગયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 71 હજારને પાર થઈ ગયો છે. વિગત અનુસાર 24 કલાકમાં અહીં 1078 નવા દર્દી સામે આવ્યા છે. આ સાથે જ કુલ કોરોના પૉઝિટીવ કેસ વધીને 71,064 થઈ ગયા છે. જેમાંથી 26 હજારથી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધવામાં આવ્યા છે. વળી, સુરત મહિનાથી કોરોના વાયરસનુ સૌથી મોટુ હૉટસ્પૉટ બનેલુ છે. અહીં રોજ અમદાવાદથી વધુ નવા કોરોના દર્દી સામે આવી રહ્યા છે. આ શહેરમાં હવે સંક્રમિતોનો આંકડો પણ 15,810 થઈ ગયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસ 71 હજારને પાર

ગુજરાતમાં કોરોનાના કેસ 71 હજારને પાર

આરોગ્ય વિભાગે જણાવ્યુ કે કોરોનાના કારણે રાજ્યભરમાં અત્યાર સુધી 2654 મોત થઈ ચૂક્યા છે. જેમાંથી 1 હજારથી વધુ લોકોના મોત અમદાવાદમાં થયા છે. વળી, સુરતમાં 687 મોત થઈ ચૂક્યા છે. ગઈ કાલે એક દિવસમાં થયેલા 25 મોતમાંથી સૌથી વધુ 9 સુરતમાં થયા છે. આ ઉપરાંત અમદાવાદમાં રવિવારે 153 નવા સંક્રમિત મળી આવ્યા.

રાજ્યભરમાં 14,272 સક્રિય દર્દી

રાજ્યભરમાં 14,272 સક્રિય દર્દી

ગુજરાતમાં કોરોનાના સક્રિય દર્દીઓની વાત કરીએ તો આ સંખ્યા એક સપ્તાહથી 14 હજારથી વધુ છે. હાલમાં અહીં 14,272 સક્રિય દર્દી છે જેમાંથી 73ની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. બીજી તરફ અમદાવાદમાં સક્રિય દર્દીઓની સંખ્યા 3766 છે જ્યારે અત્યાર સુધી સંક્રમિતોનો કુલ આંકડો 27,898 થઈ ચૂક્યો છે.

અત્યાર સુધી 54,138 લોકો થયા રિકવર

અત્યાર સુધી 54,138 લોકો થયા રિકવર

રિકવર થયેલા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રિકવરીનો આંકડો અત્યારે 54,138 થઈ ગયો છે. એટલે કે આટલા લોકો રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે. રવિવારે પણ 1311 રોગી સાજા થયા. આ બીજી વાર છે જ્યારે 13સોથી વધુ દર્દી સાજા થયા છે. આ પહેલા 7 ઓગસ્ટે 1370 દર્દી સાજા થયા હતા. આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે ગુજરાતમાં હવે કોરોનાના દર્દીઓનો રિકવરી દર હવે 76.18 ટકા સુધી પહોંચી ગયો છે. વળી, મૃત્યુદર 3.7% છે. અહીં 10 લાખ લોકોમાં 1046 વાયરસથી સંક્રમિત મળી આવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X