Gujarat debt : ગુજરાત સરકાર પર 3.20 લાખ કરોડનું દેવું, ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ પર 5.11 લાખનું દેવું

Gujarat debt : ગુજરાત રાજ્ય પર રૂપિયા 3 લાખ 20812 કરોડનું દેવું છે. વર્ષ 2021-22માં સરકારે લોનના બદલામાં વિવિધ ધિરાણકર્તાઓને રૂપિયા 23063 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું.

Gujarat debt : ગુજરાત પર 3 લાખ 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચા કરતા સમયે સરકારે 23 હજાર કરોડ રૂપિયાથી વધુ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રતિ વ્યક્તિ પર 511166 નું દેવું છે.

GDP ના 27 ટકા લોન લઈ શકાય - રાજ્યના નાણામંત્રી

GDP ના 27 ટકા લોન લઈ શકાય - રાજ્યના નાણામંત્રી

નાણાપ્રધાન કનુ દેસાઈએ સોમવારના રોજ જણાવ્યું હતું કે, નિયમો મુજબ રાજ્યો તેમના જીડીપીના 27 ટકા ઉધાર લઈ શકે છે, જ્યારે ગુજરાતે માત્ર 15 ટકા જ લીધું છે.

રાજ્ય પર 3 લાખ 20812 કરોડનું દેવું છે, વર્ષ 2021-22માં સરકારે લોનના બદલામાં વિવિધ ધિરાણકર્તાઓને રૂપિયા 23063 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. ગુજરાત સરકાર પર કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 9,136 કરોડની ટેક્સની જવાબદારી છે.

રાજ્યમાં પેટ્રોલ પર 13.7 ટકા ટેક્સ લાગે છે

રાજ્યમાં પેટ્રોલ પર 13.7 ટકા ટેક્સ લાગે છે

રાજ્ય સરકારે ગત નાણાકીય વર્ષમાં પેટ્રોલ પર રૂપિયા 12048 કરોડ, ડીઝલ પર રૂપિયા 26682 કરોડ, CNG પર રૂપિયા 389 કરોડ અને PNG પર રૂપિયા 126 કરોડનો ટેક્સ વસૂલ્યો હતો. રાજ્યમાં પેટ્રોલ પર 13.7 ટકા ટેક્સ લાગે છે, જ્યારે ડીઝલ પર રાજ્યમાં 14.9 ટકા ટેક્સ લાગે છે.

ઓક્ટોબર 2022 સુધી ગેરકાયદેસર બાંધકામો નિયમિત રહેશે

ઓક્ટોબર 2022 સુધી ગેરકાયદેસર બાંધકામો નિયમિત રહેશે

ગુજરાતના કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે સોમવારના રોજ ગૃહમાં ગુજરાત અનધિકૃત વિકાસ સુધારણા બિલ રજૂ કરીને રાજ્યમાં વર્ષોથી થયેલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાયદા દ્વારા ઓક્ટોબર 2022 સુધીના ગેરકાયદેસર બાંધકામોને જરૂરી ફી ભરીને નિયમિત કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X