'મોદીના કારણે ગુજરાતમાં વહે છે વિકાસની ગંગા'

તેમણે પોતાની સભાઓમાં ગુજરાતના વિકાસના ભરપૂર વખાણ કરતા જણાવ્યું હતું કે મોદીએ વિકાસની જે ગંગા વહેતી કરી છે તેની માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ચર્ચા છે. ચાર વર્ષ પહેલા ગુજરાતમાં અને રાજસ્થાનના વિકાસ-રથ સાથે સાથે ચાલ્યા હતા, પરંતુ રાજસ્થાનમાં ભાજપ સરકાર બદલાઇ જવાથી વિકાસ થંભી ગયો, જ્યારે ગુજરાત તેમાં આગળ નીકળી ગયો જ્યાં લોકોને 24 કલાક વીજળી મળે છે.
તેમણે દેશના વિકસીત રાજ્યોમાં પહેલા નમ્બર પર ગુજરાતના પહોંચવાનું કારણ ભાજપાની સાચી રણનીતિઓ અને મોદીના વિઝનને જણાવ્યું. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની નીતિ અને નિયતિ બન્ને ઠીક નહી હોવાના કારણે પછાત રાજ્યોમાં અવ્વલ સ્થાન પર પહુંચી ગયું છે.
તેમણે જણાવ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ રાજસ્થાનને યોગ્ય સ્થાન મળ્યું નથી, માટે ગુજરાતની જનતાએ પણ કોંગ્રેસને લાવવાની ભૂલ કરવી જોઇએ નહી.












Click it and Unblock the Notifications
