ગુજરાતના નવા DGP કોણ? આ ત્રણ નામ ચર્ચામાં?

ગુજરાત પોલીસ બેડામાં નવા ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાયનું છ મહિનાનું કાર્યકાળ વિસ્તરણ આ મહિનાના અંતે પૂર્ણ થવાનું છે. તેમને વધુ એક્સટેન્શન મળશે કે કેમ, તે અંગે રાજકીય અને પોલીસ વર્તુળોમાં અટકળો તેજ બની છે.

છ મહિના પહેલા પણ આવી જ પરિસ્થિતિ હતી, જ્યારે સહાયની નિવૃત્તિ નિશ્ચિત મનાઈ રહી હતી અને તેમના વિદાય સમારોહની તૈયારીઓ પણ ચાલતી હતી. જો કે, નિવૃત્તિના ગણતરીના કલાકો પહેલા જ તેમને છ મહિનાનું અણધાર્યું એક્સટેન્શન આપી DGP પદે યથાવત રખાયા હતા.

ગૃહ વિભાગમાં ડીજીપીનો હોદ્દો અત્યંત સર્વોચ્ચ ગણાય છે. વર્તમાન એક્સટેન્શન પૂરું થતાં, સરકાર સમક્ષ સહાયને પુન: વિસ્તરણ આપવાનો કે નવા ડીજીપીની નિમણૂક કરવાનો વિકલ્પ છે. તેમને વધુ ત્રણ મહિનાનું વિસ્તરણ મળી શકે તેવી પોલીસ વર્તુળોમાં ચર્ચા છે.

ડીજીપીની આ નિમણૂક ગૃહ વિભાગ દ્વારા થાય છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય અંતિમ હોય છે. જો વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો નવા DGP પદ માટે ત્રણ સિનિયર IPS અધિકારીઓના નામ પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં છે.

આ દાવેદારોમાં ડો. કે.એલ.એન. રાવ, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક અને IPS શમશેર સિંઘનો સમાવેશ થાય છે. સિનિયોરિટીના ક્રમમાં ડો. કે.એલ.એન. રાવનું નામ મોખરે આવે છે.

રાવ બાદ સરકારના માનીતા મનાતા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકને પણ ડીજીપી બનાવી શકાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જી.એસ. મલિક હાલ અમદાવાદના પોલીસ કમિશનર છે અને વહીવટી વર્તુળોમાં સરકારના ફેવરિટ અધિકારી તરીકે જાણીતા છે.

બીજી તરફ, ૧૯૯૧ બેચના IPS અધિકારી ડો. શમશેર સિંઘ હાલ BSFમાં ADGP તરીકે કેન્દ્રીય ડેપ્યુટેશન પર છે અને માર્ચ ૨૦૨૬માં વય નિવૃત્ત થશે. તેમને ડીજીપી બનાવવા માટે ડેપ્યુટેશન પરથી પરત બોલાવવા પડે, જે સામાન્ય કાર્યપ્રણાલી નથી અને સરકાર આવું ટાળે છે. આથી, D.G.P. પદ માટે તેમની શક્યતાઓ ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X