ધોલેરા ખાતે AI ડેટા સેન્ટર સ્થાપવા ગુજરાત સરકાર-L&T વ્યોમા વચ્ચે MoU, 25 હજાર કરોડનું રોકાણ કરશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચે ધોલેરામાં નવા પ્રોજેક્ટ માટે MoU કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં 250 મેગાવોટનું વિશાળ હાઈપરસ્કેલ ગ્રીન AI ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવામાં આવશે.

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ના ભાગરૂપે આ આયોજન કરાયું છે, જે રાજ્યના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ પર લઈ જશે.

આ પ્રોજેક્ટમાં અંદાજે 25,000 કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે, જેનો વિકાસ વર્ષ 2028થી તબક્કાવાર રીતે શરૂ કરવાનું આયોજન છે. આ ડેટા સેન્ટર દ્વારા ગુજરાતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સનું વૈશ્વિક હબ બનાવવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

આ પહેલ ગુજરાતની IT/ITeS નીતિ (2022-27) ને અનુરૂપ છે, જે ટકાઉ ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે.

આ પ્રોજેક્ટના અમલીકરણથી રાજ્યમાં બાંધકામ અને સંચાલન ક્ષેત્રે હજારો લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.

L&T વ્યોમા દ્વારા જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિગતવાર મૂલ્યાંકન કર્યા બાદ આ કેમ્પસના નિર્માણની અંતિમ રોલઆઉટ યોજના તૈયાર કરવામાં આવશે. સરકાર આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ નીતિગત અને નિયમનકારી સહાય પૂરી પાડીને ટેકનોલોજી ક્ષેત્રે રાજ્યનું નેતૃત્વ વધુ મજબૂત બનાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X