For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોડોના હીરાની લૂંટનો માસ્ટરમાઈન્ડ સુરતથી ઝડપાયો, 40 દેવુ ચૂકવવા માટે બનાવ્યો પ્લાન

ગુજરાતમાં કરોડોના હીરાની લૂંટ ચલાવનારા ઝડપાઈ ગયા છે. જાણો વિગત.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કરોડોના હીરાની લૂંટ ચલાવનારા ઝડપાઈ ગયા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ગુંદી ગામ પાસે હાઇવે પર અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સની લકઝરી બસમાં લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરા અને રોકડની લૂંટ કરી હતી. જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. લૂંટના મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે કાપોદ્રાથી ઝડપ્યો છે. લૂંટનો માસ્ટરમાઈન્ડ અગાઉ ટ્રાવેલ્સની ઑફિસમાં હિસાબ-કિતાબનો ધંધો કરતો હતો. ટ્રાવેલ્સ દ્વારા આંગડિયા પેઢીના કરોડોના હીરા અને રોકડની સુરત ખાતે હેરાફેરી થતી હોવાની વાતથી આરોપી વાકેફ હતો. માટે તેણે લૂંટનુ પ્લાનિગં કર્યુ હતુ.

gujarat robbery

ધંધામાં નુકશાન જતા દેવુ વધી જવાને કારણે તેણે હાઈવે પર લૂંટ કરાવી હતી તેમ પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતુ. તમને જણાવી દઈએ કે 19 ઓક્ટોબરના રોજ મોડી રાતે બે વાગ્યા આસપાસ અમદાવાદ ગ્રામ્ય કોઠા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુંદી ગામ પાસેથી પસાર થતા હાઈવે પર લૂંટની ઘટના બની હતી. અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સની બસમાં લૂંટની ઘટના સામે આવી હતી. બસની અંદર લૂંટ અને ધાડ પાડવાના ઈરાદાથી હથિયારો અને પેસેન્જરના સ્વાંગમાં મુસાફરી કરી રહેલા લૂંટારુઓએ બસમાં બઠેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી બે કરોડથી વધુના હીરા અને પૈસા લૂંટીને ભાગી ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય અને આણંદ પોલીસે અલગ અલગ જગ્યાએથી લૂંટના 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ કે હીરાની લૂંટનો મુખ્ય સૂત્રધાર સુરતમાં રહે છે. આ પછી તેને પકડવા માટે અમદાવાદ ગ્રામ્યના એસપી અને સુરત શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરત શહેર પીસીબી, અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને આણંદ એલસીબીએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યુ હતુ. અલગ-અલગ ટીમો બનાવીને માસ્ટર માઈન્ડને કાબૂમાં લેવા રણનીતિ બનાવવામાં આવી હતી. અંતે સૂત્રધાર હિરેન ધીરૂ અકોલિયા કાપોદ્રા રચના સર્કલ પાસેથી ઝડપાયો હતો.

પોલીસની ટીમોએ હીરાની લૂંટના માસ્ટર માઈન્ડની તસવીર જાહેર કરી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ટ્રાવેલ્સના ભૂતપૂર્વ કર્મચારીએ 40 લાખનુ દેવુ થઈ ગયા બાદ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે તેના સાગરિતોએ અમદાવાદ ગ્રામ્યના હાઈવે પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યાંથી બસની અંદર રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરા અને રોકડ સહિત બે કરોડથી વધુ રૂપિયાની લૂંટ થઈ હતી.

English summary
Gujarat diamond robbery: Mastermind of crores of diamonds and cash loot caught in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X