ગુજરાતની ડબલ એન્જિનની સરકાર વિકાસની રફ્તાર પર છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતની ડબલ એન્જિનની સરકાર વિકાસની રફ્તાર પર છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આઝાદીના અમૃત પર્વે ગુજરાતને નવા ડેરી પ્લાન્ટસની ભેટ વડાપ્રધાનના હસ્તે મળી રહી હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ વિકાસ રાહે તે જ રફતારથી આગળ વધવા માટે મળી રહ્યો છે. તેના પગલે ગુજરાતે સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રથી માંડીને ઉદ્યોગ, વેપાર, ખેતી હરેક ક્ષેત્રે વિકાસના નવા પરિમાણો હાંસલ કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

દૂધ ઉત્પાદન પ્રવૃતિમાં પણ ગુજરાત અગ્રેસર હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા બે દાયકામાં ર૧ લાખથી વધીને ૩૬ લાખ સુધી પહોચી છે.
સાબર ડેરી ગુજરાત બહાર રોહતકમાં પણ પ્લાન્ટ કાર્યરત છે. એટલું જ નહિ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશના પશુપાલકોનું દૂધ પણ સાબર ડેરી ત્યાંથી સંપાદન કરી તે રાજ્યોના પશુપાલકોને દૂધના નાણાં ચૂકવે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
રાજ્યમાં ખેતી, પશુપાલન, દૂધ ઉત્પાદન આ ત્રણેય ક્ષેત્રોને વધુ સમૃદ્ધ કરવા વડાપ્રધાન સતત આપણું માર્ગદર્શન કરતા રહે છે ત્યારે રૂપિયા ૩૦પ કરોડનો પાવડર પ્લાન્ટ, રૂપિયા ૧રપ કરોડનો ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂપિયા ૬૦૫ કરોડનો ચીઝ પ્લાન્ટ એ વેલ્યુએડીશન ક્ષેત્રે સાબરડેરીની આગવી પહેલ છે. માત્ર દૂધ, દહીં કે છાશ નહીં પણ અન્ય આવશ્યક ઉત્પાદન કરીને પશુપાલકો અને ડેરી બંનેની આવક વધારવાનો આ અભિગમ આવકાર્ય છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સિંચાઈ માટે રાજ્ય સરકારની યોજનાઓ અને ખેડૂતો-પશુપાલકોની મહેનતના ત્રિવેણી સંગમથી આ વર્ષે રાજ્યમાં ખેતી અને પશુપાલન નવા રેકોર્ડ અંકિત કરશે તેવી સૌને આશા છે.












Click it and Unblock the Notifications
