ગુજરાતમાં શિક્ષણના ખરાબ દિવસો? અખિલેશ યાદવના એક ટ્વિટે હંગામો મચાવ્યો
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સતત સવાલો ઉઠી રહ્યાં છે ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક ટ્વિટ કરીને ચર્ચા છેડી છે.
તેમણે 2023 ના ગુજરાત બોર્ડના પરિણામો વિશે કેટલીક ઘટનાઓ પર સવાલ ઉઠાવ્યા, જે હવે ચર્ચાનો વિષય બની છે.

અખિલેશ યાદવે એક ખાનગી ચેનલની પોસ્ટ શેર કરીને આરોપ લગાવ્યો કે, ગુજરાતની 157 શાળાઓમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે એટલેસ્ટ એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. આ માહિતી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ અને તેની આસપાસ મોટા રાજકીય હંગામો સર્જાઈ ગયો.
આ મુદ્દે કોંગ્રેસના નેતા ડો.મનીષ દોશીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભાજપના 30 વર્ષના શાસનમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ખરાબ પ્રભાવ પડ્યો છે. આ દરમિયાન શિક્ષકોની માત્રા અને શાળાઓની સુવિધાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
આ વાતે ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જવાબ આપતા કહ્યું કે, અખિલેશ યાદવે જે રિપોર્ટ શેર કર્યો છે, તે જૂનો છે. આને નવા રિપોર્ટ તરીકે પ્રસ્તુત કરવું ખોટું છે. તેમણે કહ્યું કે, ખોટી માહિતી ફેલાવવી અને રાજનીતિ માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવો અસ્વીકાર્ય છે.
गुजरात मॉडल ही फ़ेल हो गया… गुजरात में 157 स्कूलों में 10वीं की बोर्ड परीक्षा में एक भी छात्र पास नहीं हुआ।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 12, 2025
भाजपा हटाएंगे, भविष्य बचाएंगे! pic.twitter.com/koGFpTfwuS
એક તરફ અખિલેશ યાદવે ગુજરાતની શૈક્ષણિક પ્રણાળી પર સવાલ ઉઠાવ્યા છે ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રમાં સંસાધનો અને ગુણવત્તા અંગેની સમસ્યાઓ સતત વધતી રહી છે. શિક્ષકોની કમી, સ્કૂલની અવ્યસ્થિતીઓ અને નબળા પરિણામો રાજ્ય સરકારના શૈક્ષણિક મોડલ પર સવાલ ઉભા કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
