For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનેક નવા વિક્રમો સર્જશે આ ચુંટણીના પરિણામો?

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચુંટણીનું બીજા તબક્કાનું મતદાન આજે છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી નરેન્દ્ર મોદી સહિત 820 ઉમેદવારો ભાવિ ઘડશે. આ ઉમેદવારો રાજકીત દિશા નક્કી કરશે. અત્યાર સુધીના તમામ એક્સપર્ટનું માનવું છે કે નરેન્દ્ર મોદીની જીત થશે પરંતુ પ્રથમ ચરણમાં થયેલા 70.75 ટકાના મતદાન બાદ સૌ કોઇ મોં મા આંગળા નાંખી ગયા હતા. કોઇને પણ ખબર પડી રહી નથી કે આ મતદાન નરેન્દ્ર મોદીના તરફેણમાં થયું છે કે વિરોધમાં.

એટલા માટે જ બધાની નજર બીજા ચરણના મતદાન પર ટકેલી હતી. 12 જિલ્લાની 95 વિધાનસભા સીટો પર 1.99 કરોડ મતદારો મતદાન કરી રહ્યાં છે. જેમાં 95 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. અને બીજા તબક્કામાં પણ 70 ટકા મતદાન થયું હોવાથી હવે દરેક નજર પરિણામો પર મંડાયેલી છે.

ભાજપ 95 સીટો પરથી જ્યારે કોંગ્રેસ 92 સીટો પરથી પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યાં છે. જીપીપી અને બસપાના 84-84 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની 40, ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાની 32 સીટો, અમદાવાદ શહેરની 17 અને કચ્છ જિલ્લાની છ વિધાનસભાની સીટો પર ચુંટણી યોજાઇ રહી છે.

narendra-shanakar

ભાજપે ગત વિધાનસભામાં 117 સીટો મળી હતી. ભાજપ દાવા કરી રહી છે કે વિકાસના કાર્યોના કારણે નરેન્દ્ર મોદીની સીટોના આંકડામાં વધારો કરશે. આ દાવો જ નરેન્દ્ર મોદીની પરીક્ષા બની ગઇ છે.

પરિણામોની અસર

- ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલ્યો તો તેમનું ડેસ્ટિનેશન દિલ્હી થઇ ગયું.

- ગુજરાતની ચુંટણીમાં પરિણામો 2014માં યોજાનારી સામાન્ય ચુંટણીમાં ભાજપની રણનિતી નક્કી કરશે.

- જો ભાજપને 117થી ઓછી સીટો મળે છે તો ભાજપ અને નરેન્દ્ર મોદી બંનેને ઝટકો લાગશે.

- નરેન્દ્ર મોદીનો મેજીક ફિક્કો પડશે તો તેમનો આગળનો રસ્તો કઠિન થઇ જશે.

કોંગ્રેસને આશા

બીજા ચરણમાં ઘણી સીટો પર કોંગ્રેસની સ્થિતી સારી છે, તો કેટલીક જગ્યાએ નબળી સ્થિતી છે. બીએસપીને ગત ચુંટણીમાં મળેલા વોટ કપાય છે તો કોંગ્રેસ માટે હુકમનો એક્કો સાબિત થશે. જો કોંગ્રેસ વિજય બને તો ચોક્કસ કહેવાશે કે દિશા અને દશા બદલાઇ છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે 1885 પછી કોંગ્રેસને 60 સીટોથી વધુ ક્યારેય મળી નથી. 1990માં કોંગ્રેસને માત્ર 34 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. આવા સમયે કોંગ્રેસ પોતાની વિજયના દાવા કરી છે ત્યારે કહેવું મુશ્કેલ બની જાય છે કે પરિણામો કેવી પરિસ્થિતી સર્જશે. કમળ પંજા નીચે કચડાઇ જાય છે કેમ?

કેશુભાઇ પટેલનો કાપ

પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્રની મોટાભાગની સીટો પર કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીની અસર હતી જેથી આવા સમયે ભાજપે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બઢત મેળવવી જરૂરી છે, કારણ કે જો કેશુભાઇ પટેલ ભાજપને નુકશાન પહોંચાડે તો તેની ભરપાઇ આ સીટોથી થઇ શકે. જ્યારે જ્યારે ભારે મતદાન થયું છે ત્યારે ત્યારે સરકાર બદલાઇ છે. હવે જોવાનું રહ્યું છે કે કેશુબાપાનું વાવાઝોડું કોને ફંગોળી મુકે છે.

આજની ચુંટણીમાં મહત્વના ઉમેદવાર

નરેન્દ્ર મોદી, શ્વેતા ભટ્ટ, જાગૃતિ પંડ્યા, અમિત શાહ, શંકર સિંહ વાધેલા, સિદ્ધાર્થ પટેલ, જયનારાયણ વ્યાસ, આનંદીબેન પટેલ, સૌરભ પટેલ, નિતિન પટેલ, પ્રફુલ્લ પટેલ, રમણલાલ વોરા, પ્રદિપ સિંહ જાડેજા, મહેન્દ્ર વાધેલા, ફકિરભાઇ વાધેલા વગેરે.

English summary
69 percent voting was cast at the end of phase 2 polling on Monday. Gujarat Elaction results creat many new records?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X