BJPની બીજી યાદી, નો રિપીટ થિયરી કરી રિપીટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રથમ 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કેટલાયે જૂના નામોનું પુરાવર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રથમ 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કેટલાયે જૂના નામોનું પુરાવર્તન કરવામાં આવ્યું હતું, આમ કરી ભાજપ સેફ ગેમ રમ્યુ હતું. આમ છતાં વિવિધ વિસ્તારોમાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે 36 ઉમેદવારોની જે બીજી યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં બહુ ઓછા નામોનું પુનરાવર્તન થયું છે, આ યાદીમાં ઘણા નવા ચહેરાઓ જોવા મળ્યા છે. આ કારણે ભાજપની બીજી યાદી જાહેર થયા બાદ મીડિયા સેન્ટર પર હોબાળો થયો હોવાના પણ સમાચાર છે. ભાજપે કુલ 106 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં પ્રથમ અને બીજા તબક્કા, બંને બેઠકોનો સમાવેશ થાય છે. આથી બાકીની 76 બેઠકો અંગે પણ ભાજપ ટૂંક સમયમાં જ જાહેરાત કરી શકે છે.

ભાજપની નો રિપીટ થિયરી
આ યાદીમાં ભાજપે પોતાની નો રિપીટ થિયરી રિપીટ કરી છે. વર્ષ 2012માં જેમને ટિકિટ આપવામાં આવી હતી, એમાંથી માત્ર 8 ઉમેદવારોના નામ નવી યાદીમાં રિપીટ થયા છે અને કુલ 26 જૂના ઉમેદવારોનું પત્તુ કપાઇ ગયું છે. બીજી યાદીમાં ખાસ કરીને કોંગ્રેસની બેઠકો પર નિશાન સાધવામાં આવ્યું છે. વિધાનસભાની જે બેઠકો હાલ કોંગ્રેસ પક્ષના કબજામાં છે, એવી 20 બેઠકો પરથી ભાજપે નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે નવી જાહેર કરેલ યાદીમાં 36માંથી 6 બેઠકો એવી છે, જે વિધાનસભામાં ભાજપના જ હાથમાં છે અને આમ છતાં આ બેઠકો પર પણ તેમણે જૂના ઉમેદવારો રિપીટ નથી કર્યા.
મહિલા ઉમેદવારો
ભાજપની આ બંને યાદીઓમાં મહિલા ઉમેદવારો ઘણા ઓછા જોવા મળ્યા છે. પ્રથમ 70 ઉમેદવારોની યાદીમાંથી ઓછામાં ઓછા 14 ઉમેદવારોને ટિકિટ મળવી જોઇતી હતી, જેના સ્થાને માત્ર 4 મહિલા ઉમેદવારોને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું હતું. બીજી 36 ઉમેદવારોની યાદીમાં પણ માત્ર 4 જ મહિલા ઉમેદવારો છે, જેમાંથી 3 નવા ચહેરા છે. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જેલમાં હોવાથી તેમના સ્થાને પત્ની ગીતાબાને ટિકિટ આપવામાં આવી છે. આમ ભાજપે જે 106 ઉમેદવારો જાહેર કર્યાં છે, એમાંથી માત્ર 8 મહિલા ઉમેદવારો છે












Click it and Unblock the Notifications
