રાજકોટમાં CM રૂપાણીએ મોરારી બાપુ સાથે કરી મુલાકાત

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મતવિસ્તાર રાજકોટ(પશ્ચિમ)માં પૂર જોષથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. તા. 28, 29 નવેમ્બર અને તા.2 અને 6 ડિસેમ્બર દરમિયાન વિજય રૂપાણી કુલ 16 અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. એક દિવસની ઓછામાં ઓછી ત્રણ જનસભા સાથે તેઓ વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છે. 28 નવેમ્બર અને મંગળવારના રોજ તેમણે રાજકોટમાં મોરારી બાપુ સાથે પણ મુલાકાત કરી હતી. એ પહેલાં મીડિયા સાથે વાત કરતા તેમણે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ગુજરાતમાં અનેક રેલીઓ કરી છે અને દરેક વખતે એક જ વાત બોલે છે. એકના એક મુદ્દાઓ રિપીટ કરે છે. ગુજરાતીઓ એમને ગંભીરતાથી લેતા જ નથી.

vijay rupani

ભાજપ દ્વારા સીએમ રૂપાણીના રાજકોટના ચૂંટણી પ્રચાર કાર્યક્રમ અંગે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ દરમિયાન સીએમ જુદી-જુદી જ્ઞાતિના લોકો સાથે પણ મુલાકાત કરનાર છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીની હરીફાઇ રાજ્યના સૌથી ધનવાન ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ સાથે છે. કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરૂએ વિજય રૂપાણી સામે ચૂંટણી લડવા જ રાજકોટ પૂર્વની પોતાની સુરક્ષિત બેઠક છોડી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં તેઓ પણ રાજકોટમાં જનસભાનું સંબોધન કરનાર છે.

English summary
Gujarat Election 2017: CM Vijay Rupani met Morari Bapu in Rajkot on Tuesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.