For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની બનાવટી યાદી મામલે નોંધાઇ ફરિયાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે એ પહેલા જ સોશ્યલ મીડિયા પર બનાવટી યાદી ફરતી થઇ હતીઆ મામલે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ અને અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

By Shachi
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાયે સમયથી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની યાદીની રાહ જોવાઇ રહી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રવિવારે દાવા સાથે કહ્યું હતું કે, રવિવારે રાત્રે તારીખ બદલાતા પહેલા કોંગ્રેસની યાદી જાહેર થઇ જશે અને એવું જ થયું પણ ખરું. પરંતુ કોંગ્રેસની ખરી યાદી જાહેર થાય એ પહેલાં સોશ્યલ મીડિયા પર ભરતસિંહ સોલંકીની સહી સાથે એક બનાવટી યાદી ફરતી થઇ હતી. આખરે ભરતસિંહ સોલંકી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમની સહી સાથે વાયરલ થઇ રહેલ કોંગ્રેસના ઉમેદવારોની યાદી બોગસ છે અને યાદી હંમેશા દિલ્હીથી જ જાહેર થાય છે. ત્યાર બાદ તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર કોંગ્રેસના 77 ઉમેદવારોની પ્રથમ યાદી પણ મુકી હતી.

gujarat congress

સોમવારે આ બનાવટી યાદી મામલે ફરિયાદ કરવા અર્થે ગુજરાત કોંગ્રેસે અમદાવાદ પોલીસ સમક્ષ અરજી કરી હતી અને સાથે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવટી યાદીમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સહી ઉપરાંત કોંગ્રેસના બનાવટી લેટરપેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ કૃત્ય કરાયું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરતસિંહ સોલંકીએ તો રવિવારે રાત્રે જ આનો આરોપ ભાજપ પર મુક્યો હતો.

English summary
Gujarat Election 2017: Gujarat Congress filed complaint regarding the fake list of candidates which went viral on social media on Sunday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X