અમદાવાદ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટની ધમકી, તંત્ર દોડતું થયું

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, રાજ્યમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. એવામાં અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનને ઉડાડી દેવાની ધમકીના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમ પર કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને આ ધમકી આપી હતી. તેણે પ્લેટફોર્મ નં-1 પર બોમ્બ છે અને તે ફૂટશે એવી માહિતી આપી હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે રેલવે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અને આ ફોન કોણે કર્યો એની તપાસ તંત્રએ આદરી હતી.

ahmedabad

તો સ્થાનિક પોલીસની એક ટુકડી સ્ટેશન પણ પહોંચી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી અને મુસાફરોના સામાનની પણ તપાસ કરી હતી. જો કે, આ સમગ્ર વાત અફવા સાબિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર માસની શરૂઆતમાં જ એક ગુપ્ત રિપોર્ટમાં ગુજરાતમાં ચૂંટણી પહેલાં આતંકી હુમલો થવાની શક્યતાના પણ સમાચાર આવ્યા હતા. વળી ચૂંટણીને જોતાં વિવિધ કેન્દ્રિય મંત્રીઓ, નેતાઓ અને વડાપ્રધાન પણ આવનારા દિવસોમાં રાજ્યની મુલાકાત લેનાર છે. આથી પોલીસ વધુ સતર્ક છે અને આ અજાણ્યા ફોન કોલ મામલે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Gujarat Election 2017: Fake call threatens Bomb blast at Ahmedabad station.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.