For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMએ જમીન વેચાવી ખેડૂતોને ટિફિનવાળા બનાવી દીધા: હાર્દિક પટેલ

ધોળકાના ત્રાસદ ગામમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની સભા

By Shachi
|
Google Oneindia Gujarati News

પાસ અને કોંગ્રેસ વચ્ચે અનેક વિખવાદ અને વિવાદ વચ્ચે પાસ કન્વીનર હાર્દિક પટેલે ધોળકા ખાતે મંગળવારે સાંજે સભાનું સંબોધન કર્યું હતું. પાસ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદ અંગે તથા પાસ કન્વીનરો, જેમને કોંગ્રેસ ટિકિટ આપે તેને પાટીદાર સમાજ સમર્થન આપશે કે નહીં, કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલ સમજૂતીમાં શું નક્કી થયું છે, એ અંગે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરનાર હતા. જો કે, તેમની બે પત્રકાર પરિષદ રદ્દ થઇ હતી અને ત્યાર બાદ અચાનક જ હાર્દિકે મંગળવારે સાંજે ધોળકાના ત્રાસદ ગામમાં જનસભાનું સંબોધન કર્યું હતું. હાર્દિકને ફૂલ-માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ તલવાર ભેટરૂપે આપવામાં આવી હતી.

hardik patel

અનામત આંદોલન શા માટે?

અહીં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદારો પરથી હજુ કેસો પાછા નથી ખેંચાયા. આંદોલન ખૂબ મજબૂતીથી ચાલે છે. છેલ્લા 2 દિવસથી મીડિયામાં તમે ઘણું જોયું હશે, એમાં બહુ મગજ દોડાવતા નહીં. આપણું એક જ લક્ષ્ય છે કે, અત્યાચાર કરનારને પાડી દેવાના છે. 14 પરિવારોની શહીદી ક્યારેય નહીં ભૂલીએ. અમે કંઇ પણ કરીએ રાજકારણનો ધબ્બો લાગી જાય છે. હું પણ જનતા છું, નેતા નહીં. આપણી કિંમત આ લોકોએ માત્ર ભજિયા અને ચવાણા પૂરતી કરી દીધી. એવું આ વખતે થવા ન દેશો. જે નેતા તમારા અધિકારની વાત કરે, એવો નેતા પસંદ કરજો. થોડા જાગૃત બનજો. અનામતની ઝૂંબેશ શા માટે? અહીં બેઠેલા કોઇના પરિવારમાંથી કોઇ મામલતદાર, તલાટી, પોલીસ ઇન્સ્પેક્ટર બન્યું છે? છોકરાને નથી ભણાવતા? આમ છતાં નોકરી નથી મળતી.

વિજય રૂપાણી પર પ્રહારો

વિજય રૂપાણી અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, આજે રાજ્યમાં ખેડૂતો પર સૌથી મોટો બોજો પ્રોફેશનલ ટેક્સ છે. પાણી વગરના વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપવામાં આવશે. કયા ખેડૂતને 0 ટકા વ્યાજે લોન મળી? પીએમ મોદીએ જમીન વેચાવીને ખેડૂતોને ટિફિનવાળા બનાવી દીધા. પરંતુ વાંક એમનો નથી. વાંક તો આપણો છે કે, આપણે આવા લોકોને વિધાનસભામાં બેસાડ્યા છે. ખેતરમાં પણ આપણે તો પાકની ફેરબદલી કરીએ છીએ, પરંતુ અહીં છેલ્લા 22 વર્ષથી આપણે આ લોકોને બેસાડ્યા છે. અમારી માંગ છે, ખેડૂતોનો હક અને અનામત. અનમાત ખાલી પટેલ કે પાટીદાર સમાજ માટે જ નથી માંગી રહ્યા. અહીં ઠાકોર સમાજના પણ ઘણા લોકો બેઠા છે. હું એમને પૂછવા માંગુ છું કે, શું તમને ઓબીસીનો લાભ મળે છે? અમે માત્ર અમારા માટે નહીં, આ તમામ સમાજ માટે લડી રહ્યાં છીએ.

English summary
Gujarat Election 2017: PAAS convener addressed public meeting at Dhandhuka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X