મતદાન પછી હાર્દિકની માંએ કહ્યું : દિકરા માટે લાગે છે ડર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે વિરમગામથી હાર્દિક પટેલના માતા-પિતાએ મતદાન કર્યું હતું. તે પછી તેના માતા-પિતાએ મીડિયાને શું કહ્યું જાણો અહીં.
ગુરુવારે, ગુજરાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં વિરમગામથી હાર્દિક પટેલના માતા પિતાએ મતદાન કર્યું હતું. હાર્દિકના માતા-પિતા ભરત પટેલ અને માં ઉષા પટેલ મતદાન પહેલા ઘરે જ ભગવાનની પ્રાર્થના અને પૂજા કરી હતી. અને પછી વોટ આપવા માટે મતદાનકેન્દ્ર પહોંચ્યા હતા. અહીં મત આપ્યા પછી હાર્દિક પટેલની માતા ઉષા પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને મારા પુત્રને લઇને ચિંતા છે મને તેને લઇને ડર લાગે છચે. કારણ કે તે એક બહુ જ મોટા આંદોલનનું નેતૃત્વ કરી રહ્યો છે. ત્યાં જ હાર્દિક પટેલના પિતા ભરત પટેલે કહ્યું કે તે તેમના પુત્રને લઇને આશ્વસ્ત છે. તેમણે કહ્યું કે તમામ પાટીદારો અમારી સાથે છે અને હાર્દિકનું સમર્થન કરી રહ્યા છે. સાથે જ લોકો તે વાતથી પણ સહમત છે કે હવે પરિવર્તન લાવવાની જરૂર છે. અહીં તમને જણાવી દઇએ કે ગુજરાતમાં અંદાજે 12 ટકા વસ્તી પાટીદાર છે. ગુજરાતમાં કોઇ પણ પાર્ટીની સરકાર બને આ સમુદાયના વોટ મહત્વના સાબિત થઇ શકે છે.

નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં હાર્દિક પટેલ પણ એક સક્ષમ યુવા નેતા તરીકે પોતાની ઓળખ ઊભી કરી શક્યા છે. મોટી સંખ્યામાં લોકો તેમના ભાષણ અને રોડ શોમાં જોડાય છે. સમાજનું તેમને સમર્થન છે. અને તેમણે કોંગ્રેસની બી ટીમની જેમ છેલ્લા કેટલાક સપ્તાહમાં કામ કરીને ભાજપની ચિંતા વધારી દીધી છે. જો કે આમ કરવામાં તેમણે તેમના નજીકના અનેક મિત્રોને પણ ગુમાવ્યા છે. અને પાટીદાર આંદોલનમાં દિનેશ બાંભણીયાના ગયા પછી થોડાક એકલા પણ પડ્યા છે. ત્યારે તેમની માતાએ આ અંગે માં તરીકે ચિંતા વ્યક્ત કરી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
