હિતુ કનોડિયા પર હાર્દિકનો પ્રહાર: નેતા જોઇએ, અભિનેતા નહીં

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી નજીક આવતી જાય એમ-એમ રાજકીય વાતાવરણ ગરમાતું જાય છે. સાબરકાંઠામાં સભા સંબોધતા હાર્દિક પટેલે ભાજપ તથા તેમના ઉમેદવાર હિતુ કનોડિયા પર પ્રહારો કર્યા હતા. પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોના પ્રખ્યાત કલાકાર હિતુ કનોડિયા ભાજપના ઉમેદવાર છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આપણે એવા ધારાસભ્યની જરૂર છે, જે આપણી વાત સમજે અને વિધાનસભામાં આપણી વાત રજૂ કરે. આપણે કોઇ ફિલ્મના અબિનેતાની જરૂર નથી, આપણને નેતાની જરૂર છે. બાકી ફિલ્મના અભિનેતાને તો સૌએ જોયા જ છે.

Hardik Patel

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની સભાઓ શરૂ જ છે. વિવિધ વિસ્તારોમાં હાર્દિક પટેલની સભાઓમાં હજારો લોકોની ભીડ જોવા મળે છે, વળી હાર્દિક લોકો પાસે હવે ભાજપને મત નહીં આપવાનો સંકલ્પ પણ લેવડાવે છે. આ કારણે ભાજપની મુશ્કેલીઓ વધી છે. ત્રણ જ દિવસ બાદ હવે જ્યારે પહેલા તબક્કાનું મતદાન છે, ત્યારે તમામ પક્ષો છેલ્લી ઘડીએ જોર લગાવી રહ્યાં છે. હવે જનતા કોને સત્તાધીશ બનાવે છે એ તો 18 ડિસેમ્બરે જ જાણવા મળશે.

English summary
Gujarat Election 2017: PAAS convener Hardik Patel targeted BJP's Hitu Kanodiya; said we want a leader, not an actor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.