નીતિન પટેલની પત્રકાર પરિષદમાં હાર્દિકે ટ્વીટ કરી આપ્યો જવાબ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા બે દિવસથી પાસ કન્વીનર હાર્દિક પટેલની પત્રકાર પરિષદની રાહ જોવાતી હતી. પાસ અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર અનામત મામલે થયેલ સમજૂતી અંગે આખરે બુધવારે સવારે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી અધિકૃત જાહેરાત કરી હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તાત્કાલિક પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિક પટેલ, પાસ તથા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને અનામત અંગેની કોંગ્રેસ તથા પાસ વચ્ચેની સમજૂતીને સોદાબાજી ગણાવી હતી. નીતિન પટેલની પત્રકાર પરિષદ દરમિયાન જ હાર્દિકે નીતિન પટેલને સંબોધીને બે ટ્વીટ પણ કર્યા હતા.

hardik patel nitin patel

પ્રથમ ટ્વીટમાં હાર્દિકે લખ્યું હતું કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મૂર્ખ કહ્યા. સાંભળી લો ભાજપવાળાઓ ગુજરાતની જનતાને મૂર્ખ ન સમજો. આ ગુજરાતની જનતા હવે તમને જનતા રાજ દેખાડશે. એ પછી અન્ય એક ટ્વીટ કરતાં હાર્દિકે લખ્યું હતું કે, ક્યારેક કહે છે, હાથ કાપી લઇશું, ક્યારેક મૂર્ખ કહે છે. ગુજરાત માત્ર ભાજપનું નથી. જનતાને જે ઠીક લાગશે, એમ જ થશે, અમારી પર જોહુકમી નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે પોતાની પત્રકાર પરિષદમાં પાસ અને કોંગ્રેસ વચ્ચેની સમજૂતી અંગે કહ્યું હતું કે, મૂર્ખાઓએ દરખાસ્ત કરી અને મૂર્ખાઓએ સ્વીકારી. આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યા હતા.

English summary
Gujarat Election 2017: PAAS convener Hardik Patel tweets during Deputy CM Nitin Patel's press conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.