યોગ, આયુર્વેદ અને એલોપેથીનો સમન્વય જરૂરી: PM

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભામાં ભાજપના પ્રચાર અર્થે ગુજરાત આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે એસ.જી.હાઇવે પર આવેલ એસજીવીપી(શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ-SGVP) કેમ્પસમાં આવેલ જોગી સ્વામી હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. રવિવારે પીએમ મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા, તેમણે સૌપ્રથમ ભરૂચમાં જનસભા સંબોધી હતી અને ત્યાર બાદ સુરેન્દ્રનગરમાં પણ વિશાળ જનમેદનીનું સંબોધન કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા હતા. અહીં કમળની માળા પહેરાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીના હસ્તે એસજીવીપી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ પીએમ મોદીએ સૌ સંતો સાથે મુલાકાત કરી હતી અને ત્યાર બાદ સમગ્ર હોસ્પિટલનું નીરિક્ષણ પણ કર્યું હતું. આ હોસ્પિટલમાં 200 પલંગ છે. આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

narendra modi

પીએમ નરેન્દ્ર મોદીએ અહીં સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં હોસ્પિટલની રચના જોઇ અને મને ખુશી કે એમણે યોગ, આયુર્વેદ અને એલોપથીનો સમાવેશ કરી છે. આરોગ્ય ક્ષેત્રે આ તમામ ક્ષેત્રોને ઇન્ટરલિંક કરવા ખૂબ જરૂરી છે. ધનતેરસના દિવસે આરોગ્યને મહાન દેન દેનાર આચાર્યશ્રીનો જન્મદિવસ હતો. ભારતના દરેક જિલ્લામાં આયુર્વેદથી લોકોને સારવાર મળે એ અમારું લક્ષ્ય છે. આ ક્ષેત્રમાં કામ કરનાર યુવા પેઢીને પણ મોટી તક મળે એ દિશામાં કામ થઇ રહ્યું છે. આજે દુનિયામાં યોગ જે રીતે સ્વીકૃતી પામ્યો છે એ વખાણવા લાયક છે. 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી થાય છે. દુનિયાના વધુમાં વધુ દેશોએ યોગ દિવસ માટે સ્વીકૃતી આપી હતી. એવી આ પહેલી ઘટના હતી.

સાઉદી અરેબિયામાં નવા પ્રિન્સ આવ્યા છે, એમણે નિર્ણય કર્યો છે કે, શાળાની અંદર સ્પોર્ટ્સની સાથે યોગ પણ સિલેબસનો એક ભાગ હશે. યોગ માત્ર રોગ જ ભગાડે એવું નહીં, આ ભોગમુક્તિનો પણ માર્ગ છે. દુનિયા યોગ તરફ આકર્ષિત થાય એ સ્વાભાવિક છે. આરોગ્યની ત્રણ શાખાઓનો મેળ કરીને લોકોને સેવા આપવાનો જે માર્ગ તમે આપનાવ્યો છે, એ વખાણવા લાયક છે. સામાન્ય માનવી માંદો પડે ત્યારે એક વ્યક્તિ સાથે આખો પરિવાર માંદો પડે છે. આજે આરોગ્ય ક્ષેત્રની સેવાઓ સામાન્ય માનવીને પોષાય એવી કરી છે. 2-3 લાખના સ્ટેન્ટ આજે 25-30 હજારમાં તબીબો લગાવે છે. મોંઘા સ્ટેન્ટ સસ્તા કરનાર મોદી લોકોને વહાલો કઇ રીતે લાગે? પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજ હતી, આજે 22 કોલેજ હતી. મેડિકલ કોલેજ માટે ગુજરાતે જે પ્રોગ્રેસિવ પોલિસી તૈયાર કરી છે એ જોવા બધા રાજ્યના મંત્રીઓ આવી રહ્યાં છે. ગુજરાતમાં 103 જેનરિક દવાઓના સ્ટોર્સ ખુલ્યા છે. 150 રૂપિયામાં મળતી દવા આજે 15 રૂપિયામાં મળે છે.

English summary
Gujarat Election 2017: PM Modi to inaugurate SGVP hospital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.