For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24થી 26 નવેમ્બર રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા

ફરી ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી24 નવેમ્બરે ગુજરાત પધારશે રાહુલ ગાંધીઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

24 નવેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પધારનાર છે. 24થી 26 નવેમ્બર દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને તેઓ આ બે દિવસમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, સાણંદ, પોરબંદર અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લેનાર છે. તેઓ આદિવાસી વિસ્તારની મુલાકાત લેશે અને પોરબંદરમાં માછીમારો સાથે સંવાદ કરશે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો ગ્રાન્ડ રોડ શો પણ યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાત લેનાર છે. જો કે, તેમની આ એક દિવસીય ગુજરાત મુલાકાત રાજકીય નથી.

rahul gandhi

કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ હાલ સ્થિતિ નબળી છે. ચારે બાજુથી કોંગ્રેસને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાસ અને અને એનસીપીએ ખુલીને કોંગ્રેસની પ્રથમ યાદી સામે વિરોધ નોંધાવ્યો છે. પાસના ઉગ્ર વિરોધને પરિણામે કોંગ્રેસે 77 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 5 નામોમાં પરિવર્તન કરવાનો પણ નિર્ણય લીધો છે. વળી વિવિધ વિસ્તારોમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓનો વિરોધ તો ચાલુ જ છે. હવે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલાં આ મુદ્દાઓ શમે છે કે તેમણે આવીને આ મુદ્દાઓનું સમાધાન શોધવાનું છે, એ જોવું રહ્યું.

English summary
Gujarat Election 2017: Congress VP Rahul Gandhi to visit Gujarat from 24th Nov to 26th Nov.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X