Gujarat Election 2022 : AAPએ જાહેર કરી ઉમેદવારોની 5મી યાદી, 12 લોકોને મળી ટીકિટ

આમ આદમી પાર્ટી આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 4 યાદી જાહેર કર્યા બાદ આજે 5મી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી તરફથી 5 મી યાદીમાં 12 ઉમેદવારોને ટીકિટ આપવાની જાહેર કરવામાં આવી છે.

Gujarat Election 2022 : આમ આદમી પાર્ટી આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 4 યાદી જાહેર કર્યા બાદ આજે 5મી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી તરફથી 5 મી યાદીમાં 12 ઉમેદવારોને ટીકિટ આપવાની જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજેશ પંડોરિયા, જયંતિ પરનામી, અશોક ગજેરા, જસવંત ઠાકોર, સંજય ભટસના, વાલજી સોમાભાઇ વાઘેલા, ઉદયસિંહ ચૌહાણ, બનાભાઇ દામોર, અનિલ ગરસિયા, ચૈતાર વસાવા, બિપિન ચૌધરીનું નામ શામેલ છે. ગુજરાતની જનતા પરિવર્તન માટે મીટ માંડીને બેઠી છે.

સરકાર બનાવવા માટે 92 નો મેજીક ફિગર જરૂરી

સરકાર બનાવવા માટે 92 નો મેજીક ફિગર જરૂરી

અત્રે નોંધનય છે કે, આ પહેલા પાર્ટીએ 6 ઓક્ટોબરના રોજ ચોથી યાદી જાહેર કરી હતી. ચોથી યાદીમાં 12 ઉમેદવારોની ટિકિટ પણ જાહેરકરવામાં આવી હતી.

પાર્ટીએ અત્યાર સુધીમાં 53 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ચોથી યાદીમાં નિર્મળસિંહ પરમાર, દોલત પટેલ,કુલદીપ વાઘેલા, વિપિન પટેલ, ભરતભાઈ પટેલ, રામજીભાઈ ચુડાસમા, નટવરસિંહ રાઠોડ, તખ્તસિંહ સોલંકી, દિનેશ બારીયા, શૈલેષભાઈભાભોર, પંકજ પટેલને ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે, તેથી સરકાર બનાવવા માટે92 નો મેજીક ફિગર જરૂરી છે.

આમ આદમી પાર્ટી આ વખતે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે

આમ આદમી પાર્ટી આ વખતે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે

ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આ વખતે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાઘવસિંહ ચઢ્ઢા સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સતત ગુજરાતની મુલાકાત લઈ લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે

આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે

આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જમીન મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને દાવો કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે પરિવર્તન આવવાનું છે અને અહીં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આ સાથે દિવાળી બાદ ગુજરાત ચૂંટણીનીતારીખોની જાહેરાત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X