For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં AAPની ચૂંટણી લડવાથી સીધો ફાયદો ભાજપને થશે, કોંગ્રેસ ચિંતિત

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં, જ્યારે આમ આદમી પાર્ટી પોતાને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે મુખ્ય દાવેદાર તરીકે જોઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં, જ્યારે આમ આદમી પાર્ટી પોતાને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે મુખ્ય દાવેદાર તરીકે જોઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અને રાજકીય નિષ્ણાતો એવું માને છે કે, પક્ષ વિપક્ષના મતોનું વિભાજન કરશે, જેનો ફાયદો ભાજપને થશે.

'આપ ગુજરાતમાં ભાજપની બી ટીમ છે'

'આપ ગુજરાતમાં ભાજપની બી ટીમ છે'

કોંગ્રેસે એવો પણ દાવો કર્યો હતો કે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપની 'બી ટીમ' છે. 182સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની છે. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી ભાજપનું શાસન છે.

58 બેઠકો જીતવાનો દાવો કર્યો

58 બેઠકો જીતવાનો દાવો કર્યો

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રભારી ડૉ. સંદીપ પાઠકના કહેવા પ્રમાણે, 'અમે જ્યાં પણ ચૂંટણી લડીએ છીએ, ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિઅપનાવીએ છીએ. અમે અન્ય રાજ્યોમાં પણ આ આધાર અપનાવ્યો છે અને ગુજરાતમાં પણ વૈજ્ઞાનિક સર્વે કર્યો છે. અમારા આંતરિક સર્વેમુજબ, અમે આજ સુધીમાં કુલ 58 બેઠકો જીતીશું.

રાજકીય નિરીક્ષક હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વિપક્ષના મતોનુંવિભાજન કરશે, જેનો ફાયદો કોંગ્રેસ સામે ભાજપને થશે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ દાવો કર્યો હતો કે, AAP ભાજપની બીટીમ છે.

'ગુજરાતમાં ત્રીજા વિકલ્પને તક આપવામાં આવતી નથી'

'ગુજરાતમાં ત્રીજા વિકલ્પને તક આપવામાં આવતી નથી'

આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રભારી ડૉ. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ 'ત્રીજો વિકલ્પ' ક્યારેય મંજૂર કર્યો નથી, પછી તેચીમનભાઈ પટેલનો કિસાન મઝદૂર લોક પક્ષ (KIMLOP), ભાજપના બળવાખોર શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP)હોય કે કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP) હોય. દોશીએ દાવો કર્યો હતો કે, AAPને ગુજરાતની જનતા ફગાવી દેશે. જોકે, રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, આપ વૈકલ્પિક એજન્ડા સાથેનો પક્ષ છે.

'આપ પાસે તક છે'

'આપ પાસે તક છે'

દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, સુરત અને ગાંધીનગર અને અન્ય કેટલીક નગરપાલિકાઓમાં તાજેતરમાં યોજાયેલી નાગરિક ચૂંટણીમાંપાર્ટીએ લગભગ 18 થી 20 ટકા મતો મેળવ્યા છે.

ગોહિલે જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP પાસે રાજકીયબળ તરીકે ઉભરી આવવાની ખરી તક છે. AAP અત્યાર સુધી પોતાના અભિયાનને વેગ આપવામાં સફળ રહી છે. AAP ના પંજાબથીરાજ્યસભાના સભ્ય સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, પાર્ટીના સર્વે મુજબ ગ્રામીણ ગુજરાતના લોકોનું માનવું છે કે, કોંગ્રેસ ભાજપને હરાવી શકશેનહીં.

'ગ્રામીણ ગુજરાતના કોંગ્રેસના મતદારો સમર્થન આપી રહ્યા છે'

'ગ્રામીણ ગુજરાતના કોંગ્રેસના મતદારો સમર્થન આપી રહ્યા છે'

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગ્રામીણ ગુજરાતના કોંગ્રેસના મતદારો અમને સમર્થન આપી રહ્યા છે. તેવી જ રીતે, શહેરી નિમ્ન મધ્યમ વર્ગઅને મધ્યમ વર્ગના મતદારો પણ પરિવર્તન ઈચ્છે છે અને અમને સમર્થન આપી રહ્યા છે.

AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએજણાવ્યું હતું કે, વિપક્ષ કોંગ્રેસ પાસે ગુજરાત માટે કોઈ વિઝન નથી. કોંગ્રેસ પાંચ-છ નેતાઓ દ્વારા નિયંત્રિત છે, જેમાંથી દરેકનું પોતાનું જૂથછે. એ નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે. તેઓ નવા ચહેરાને પણ આવવા દેતા નથી. આથી ગુજરાતમાં ભાજપના વિકલ્પ તરીકે લોકોઅમને મુખ્ય દાવેદાર તરીકે મત આપશે.

English summary
Gujarat Election 2022 : AAP will contest elections in Gujarat, which will directly benefit BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X