Gujarat Election: ભાજપે જાહેર કરી 6 ઉમેદવારોની બીજી યાદી, અહીં જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા માટે શનિવારે એટલે કે આજે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં રાજ્યમાં મતદાન યોજાશે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારનો યાદી જાહેર કરી રહી છે. આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોની તેમની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાયા હતા. પ્રથમ યાદીમાં હાર્દિક પટેલ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા માટે શનિવારે એટલે કે આજે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

bjp

ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં ધોરાજી સીટ પર મહેન્દ્રભાઈ પડાલિયા ચૂંટણી લડશે. જ્યારે મૂળુભાઈ બેરા ખંભાળિયાથી, કુતિયાણાથી ઢેલીબેન માલદેભાઈ ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ રાજીવકુમાર પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ દેવજી વસાવા અને ચોર્યાસીથી સંદીપ દેસાઈ ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણાનુ પરિણામ હિમાચલ ચૂંટણીની સાથે એટલે કે 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચ હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યુ છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આવા સંજોગોમાં આ ચૂંટણી ગુજરાત ભાજપની સાથે પીએમ મોદીની પ્રતિષ્ઠાનો પણ સવાલ છે. આ જ કારણ છે કે ચૂંટણીમાં જીત નોંધાવવા માટે પાર્ટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કેન્દ્રીય મંત્રીથી લઈને પીએમ મોદી સુધી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. જો કે આ વખતે ભાજપ માટે ગુજરાતનો કિલ્લો જીતવો આસાન નહીં હોય કારણ કે આમ આદમી પાર્ટી પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે. જેના કારણે અહીં ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિકોણીય મુકાબલો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X