Gujarat Election: રાજ્યમાં આ જગ્યાઓએ ઈવીએમ ખોટવાયા, મતદારો લાઈનમાં અકળાયા
લોકોના ઉત્સાહ વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પહેલા તબક્કાનુ મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ચાલી રહ્યુ છે. સવારથી જ લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ કડકડતી ઠંડીમાં પણ લોકો મતદાન કરવા પહોંચી ગયા હતા. લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે લોકો ઉમટી પડ્યા છે.

લોકોના ઉત્સાહ વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા. રાજ્યમાં પહેલુ ઈવીએમ વાપીના 193 નંબરના બુથ પર ખોટવાયુ હોવાની ફરિયાદ મળી હતી. મૉકપોલ વખતે ઈવીએમ ખોટવાયુ હોવાનુ ધ્યાનમાં આવતા જ જિલ્લા ચૂંટણી અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વળી, ઉનાઈ ગામે બંને મતદાન મથકો પર ઈવીએમ ખોટવાયાની માહિતી સામે આવી. ઈવીએમ ખરાબ થતા અડધો કલાક જેટલા સમય સુધી મતદારોએ લાઈનમાં ઉભુ રહેવુ પડ્યુ હતુ.
ગોંડલ ભગવતપાર શાળા નંબર 5 ખાતે બુથ નંબર 135માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી. જે બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગોંડલ નગરપાલિકાના સભ્ય ચંદુભાઈ ડાભીને જાણ થતા તેમણે બુથ પર પહોંચીને વહીવટી તંત્રને જાણ કરી હતી. વળી, વીવી પેટમાં પણ ખામી સર્જાતા ટીમ કામે લાગી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર ઉચેડિયા ગામના મતદાન બુથ નંબર 1 પર ઈવીએમ મશીન બગડતા તાત્કાલિક ઈવીએમ મશીનના બદલે બીજુ મશીન ફાળવવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઈએ કે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયુ છે. 9.30 વાગ્યા સુધીમાં સરેરાશ 4.92 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર જિલ્લાનુ 9.30 વાગે સૌથી ઓછુ 3.92 ટકા અને ડાંગ જિલ્લાનુ સૌથી વધુ 7.78 ટકા મતદાન નોંધાયુ હતુ. જ્યારે ઇટાલિયાની કતારગામ સીટ પર સૌથી ઓછુ 1.41 ટકા જ મતદાન થયુ છે. જ્યારે લિંબાયતમાં 2.87 ટકા મતદાન સાથે સૌથી ઓછા મતદાનમાં બીજા ક્રમે છે. સંગીતા પાટીલની સીટ છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
