For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં EVM 33 સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

vote-counting
ગાંધીનગર, 19 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે.

આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો ગોઠવ્યો છે.

રાજ્યમાં જે સ્થળે ગુરૂવાર મત ગણતરી થવાની છે તે સ્થળોમાં અમદાવાદમાં ગુજરાત કોલેજ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ તથા સરકારી પોલીટેકનિક, પાંજરાપોળ ખાતે 21 બેઠકો માટે ઇવીએમ સચવાયેલા છે.

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઘાટલોડિયા વેજલપુર, નારણપુરા, બાપુનગર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને અસારવા બેઠકો માટે મતગણતરી યોજાશે. ગુજરાત કોલેજ ખાતે વિરમગામ, સાણંદ, એલિસબ્રિજ, અમરાઇવાડી, સાબરમતી, દસ્ક્રોઇ, ધોળકા અને ધંધુકા બેઠકોની મતગણતરી થશે. જ્યારે વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, મણિનગર અને દાણીલીમડાની બેઠકો ઉપર પડેલા મતોની ગણતરી સરકારી પોલીટેકનિક- પાંજરાપોળ ખાતે યોજાશે.

રાજ્યમાં આવાં બીજા ૩૦ મત ગણતરી કેન્દ્રો ઊભા કરાયા છે અને ત્યાં જ સ્ટ્રોંગ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મત ગણતરી કેન્દ્રો હંમેશા જિલ્લા વડામથકે તૈયાર કરવામાં આવે છે. અમદાવાદની જેમ વડોદરામાં પોલિટેકનિક કોલેજ- નિઝામપુરા અને ફેકલ્ટી ઓફ કોમર્સ બિલ્ડીંગ, એમ.એસ. યુનિવર્સિટી એમ બે સેન્ટર ઊભા કરાયા છે.

English summary
Gujarat Election : EVM sent to 33 strong room under strict police surveillance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X