મોરબીમાં હાર્દિકે BJPને મત નહીં આપવા લેવડાવ્યો સંકલ્પ

Written By:
Subscribe to Oneindia News

સોમવારે મોરબી જિલ્લામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પરિવર્તન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં હાર્દિકે સભા પણ સંબોધી હતી અને તેની સભામાં હજારો લોકો જોવા મળે છે. હાર્દિકની સભાઓ અને તેને મળતા પ્રતિસાદને કારણે સત્તાધારી પક્ષ ભાજપની ચિંતાઓ વધી રહી છે. આ સભામાં હાર્દિકે કહ્યું હતું કે, 18 તારીખે આપણે સાંભળીશું કે, અહંકારી અને ઘમંડી લોકોની હાર થઇ અને ગુજરાતમાં જનતાની જીત થઇ. આ લડાઇ માત્ર પરિવર્તન સુધી સીમિત નથી, આ લડાઇ અધિકારની છે. સાથે જ હાર્દિકે ઉમેર્યુ હતું કે, કોંગ્રેસ પણ જો પાટીદારોને છેતરશે તો ફરીવાર જીએમડીસીમાં ત્રણ ગણા લોકો સાથે વિરોધ કરવામાં આવશે.

Hardik Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં પૂરના સમયે કરવામાં આવેલ સેવા અંગે વાત કરી હતી. હાર્દિક પટેલે પીએમની આ વાત પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, સેવા તો માનવ ધર્મ છે, એમાં કોઇએ કહેવાનું ન હોય. વિકાસના મામલે ભાજપ પર પ્રહારો કરતાં હાર્દિકે ભાજપને મત ન આપવા માટે સૌ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો. આ પહેલાં હાર્દિક પટેલ સુરતના યોગી ચોકમાં પણ લોકો પાસે ભાજપને મત ન આપવા માટે શપથ લેવડાવ્યા હતા.

English summary
Gujarat Election 2017: Hardik Patel make people take vow to not to vote BJP in Morbi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.