Gujarat Election: ગુજરાતમાં જનતા પરિવર્તન માટે એકજૂટઃ મલ્લિકાર્જૂન ખડગે

મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લોકોને મોટી સંખ્યામાં બહાર નીકળવા અને રાજ્યના પ્રગતિશીલ ભવિષ્ય માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યુ.

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પહેલા તબક્કાનુ મતદાન શરુ થયા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે લોકોને મોટી સંખ્યામાં બહાર નીકળવા અને રાજ્યના પ્રગતિશીલ ભવિષ્ય માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યુ. ખડગેએ એમ પણ કહ્યુ કે ગુજરાતના 7 કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે.

kharge

તેમણે ટ્વીટ કર્યુ, 'ગુજરાતના 7 કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે. મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે. આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવા મિત્રોનુ સ્વાગત છે.' રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે, વોટ કરો, રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે. મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના આ તહેવારને સફળ બનાવો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ બેઠકો રાજ્યના 19 જિલ્લાઓમાં ફેલાયેલી છે અને આ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં કેદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X