For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ગુજરાતમાં ધામા, 8 જનસભાઓ કરી કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નવેમ્બર 27 અને 29ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે અને 8 જેટલી સભાઓને સંબોધશે.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વાર ગુજરાતની જનતા ભાજપ સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 27 અને 29 નવેમ્બર એમ બે દિવસ માટે હાજરી આપશે. જેમાં પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણી લક્ષી 8 અલગ અલગ સભા સંબોધશે. આ અંગેનો પ્રાથમિક કાર્યક્રમ ભૂપેન્દ્ર યાદવે જણાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના આ બે દિવસના કાર્યક્રમમાં ભૂજ, જસદણ, ધારી અને કામરેજની મુલાકાત લેશે. જ્યારે તેમના 29 ડિસેમ્બરના કાર્યક્રમમાં તે મોરબી, પ્રાચી, પાલીતાણા અને નવસારીની મુલાકાત લેશે. વધુમાં 26 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે બધા જ 50128 બૂથો પર મન કી બાત સમયે મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમ યોજાશે. અને આ રીતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરશે.

Narendra Modi

ઉલ્લેખનીય છે કે 24મી નવેમ્બરે રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને પાસ તરફથી પણ આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન મળ્યું છે. ત્યારે તે પછી ગુજરાતમાં આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બે દિવસની મુલાકાત ખૂબ જ મહત્વ પૂર્ણ રહેશે. વધુમાં 26મી ડિસેમ્બર પછી કેન્દ્રીય મંત્રી જેવા કે અરુણ જેટલી, રાજનાથસિંહ, નીતિન ગડકરી પણ ગુજરાતમાં જનસભા આપવા આવશે. ત્યારે પીએમ મોદીનો બે દિવસનો કાર્યક્રમ જાણો અહીં.

તારીખ 27 નવેમ્બર

11 : 00 AM - ભૂજથી ચૂંટણી સભા સંબોધશે.

1.20 PM- જસદણ

3-00 PM- ધારી

5.15 PM - સુરતના કામરેજમાં સભા સંબોધન

તારીખ 29 નવેમ્બરનો કાર્યક્રમ

11-00 AM- મોરબી

1.25 PM- સોમનાથની બાજુમાં પ્રાચીમાં સભા

3.30 PM - પાલીતાણા

5.30 PM - વાગે નવસારીમાં સભાને સંબોધશે.

English summary
Gujarat election : Narendra Modi to address eight public meetings on November 27 and 29
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X