For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યો મત, મતદારોને કરી આ અપીલ, નિશાન સ્કૂલની બહાર જામી લોકોની ભીડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરી દીધુ છે. તેઓ ચાલીને પોતાના મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં અનેક લોકોએ તેમનુ અભિવાદન ઝીલ્યુ હતુ. રાણીપની નિશાન સ્કૂલની બહાર લોકોમાં પીએમ મોદીના આવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી મોદી મતદાન કર્યા બાદ તેમના મોટાભાઈને મળવા માટે નીકળ્યા હતા. વળી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શીલજ ખાતે મતદાન કર્યુ છે. પીએમ મોદીના માતા હીરાબા રાયસણ ગામ ખાતે મતદાન કરશે.

pm modi

વડાપ્રધાન મોદીએ મતદાન કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ કે, મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ દેખાઇ રહ્યો છે. મતદારોનો ભારે આભાર માનુ છુ કે, તેમણે લોકશાહીના આ ઉત્સ્વને આન બાન શાન સાથે ઉજવ્યો. સંભાવના પ્રમાણે ગુજરાતમાં આજે સારુ મતદાન થઇ રહ્યુ છે. ગુજરાતી મતદારોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનુ છુ.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ગાંધીનગર ઉત્તરની સીટ પર સૌથી વધુ મતદાન થયુ છે. 13 ટકા વોટિંગ સાથે તે ટોપ પર છે. ભાજપના વિરમગામ બેઠકના હાર્દિક પટેલે કહ્યુ હતુ કે ભાજપે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી છે. માટે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતીઓ અમારા માટે વોટ આપે. કોંગ્રેસ નેતા ભરત સોલંકીએ મત આપીને કહ્યુ, 'પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજમાં કોંગ્રેસને જંગી સમર્થન મળ્યું હતું. આજે ઉત્તર ગુજ અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે અને તમે લાંબી કતારો જોઈ શકો છો. 8 ડિસેમ્બર આવવા દો, કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે.'

દરિયાપુર બેઠકના કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરથી મતદાન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં દાંતા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સામસામે ફરિયાદ નોંધાવી છે. કાંતિ ખરાડી અને લઘુ પારઘીએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં કોઈને ઈજાના અહેવાલ નથી. ફરિયાદમાં ગાડીઓની ટક્કરનો ઉલ્લેખ છે. જેની તપાસ માટે પોલીસે એફએસએલની ટીમ મોકલી છે. મેડિકલ પુરાવા અને એફએલએલ પુરાવાને આધારે પગલા લેવાશે.

English summary
Gujarat Election: PM Modi and CM Bhupendra Patel cast his vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X