ગત મોડી રાતે પીએમ મોદી પહોંચ્યા ગુજરાત, મોરબીમાં કરશે સભા

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે આજે ગુજરાતના પ્રવાસે છે. આ માટે તે મોડી રાતે 1:30 જેવા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને મોડી રાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં ચૂંટણી પ્રચાર કરશે. નોંધનીય વાત એ પણ છે કે આજે જ્યારે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા ચાલતી હશે ત્યારે ત્યાંથી થોડી જ દૂર આવેલ ખાખરેચી ગામે પાટીદાર અનામત આંદોલનના લીડર હાર્દિક પટેલની પણ લગભગ એ જ સમયે સભા છે. ત્યારે બન્ને પક્ષો તરફથી સભામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો એક દિવસનો કાર્યક્રમ શું હશે જાણો અહીં...

modi
  • 11.00 AM: મોરબી ખાતે સંબોધશે જનસભા
  • 1.25 PM: સોમનાથમાં જનસભા
  • 3.30 PM: ભાવનગરના પાલિતાણામાં જનસભા સંબોધન 
  • 5.30 PM: નવસારીમાં જનસભા સંબોધન

જે બાદ પીએમ મોદી પાછા દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ, જસદણમાં ચૂંટણી સભાને સંબોધી હતી. એક તરફ જ્યાં હૈદરાબાદમાં ટ્રંપની દિકરી ઇવાન્કાએ મોદીના વખાણ કર્યા ત્યાં મોદીના હોમટાઉનમાં ભાજપની સરકારને ઉખાડી ફેંકવાની હવા પણ જોર પકડી રહી છે. ત્યારે આજની વડાપ્રધાનની આ ચૂંટણી સભામાં તે કેવી રીતે ભાજપનો ચૂંટણી પ્રચાર કરે છે અને શું તે મતદાતાઓનો વિશ્વાસ મેળવી શકે છે કે કેમ તે જોવું રહ્યું.

English summary
Gujarat Election : PM Narendra Modi is on one day Gujarat visit today. Read here his whole day programme.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.