Gujarat Assembly Election: કચ્છ જિલ્લાની અબડાસા બેઠકનું રાજકીય ગણીત

કચ્છ જિલ્લાની અબડાસા બેઠકનું રાજકીય ગણીત

કચ્છ પાકિસ્તાન રણવિસ્તારને અડીને આવેલી આ અબડાસા બેઠકનું રાજકીય ગણીત ઘણું ગુંચવણભર્યુ અને પક્ષપલ્ટાવાળું છે. આ બેઠકના જાતિગત સમિકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર મુસ્લિમ, દલિત અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. જ્યારે, રબારી અને કોળી સમાજના મતદારો પણ પ્રભાવિત કરે છે. જ્યાં, ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ, તેઓ ભાજપમાં ચાલ્યા જતાં પેટા ચૂંટણીમાં પણ તેમણે વિજય હાંસલ કર્યો હતો.

Abdasa

આ બેઠક પર સામાન્યતઃ કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ છે. પરંતું, આ વખતની ચૂંટણીમાં રાજકીય સમીકરણ બદલાઇ શકે છે. આ વખતે કોંગ્રેસ દ્વારા એક મુસ્લિમ ઉમેદવાર મમદભાઇ જંગ જાટને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે, ભાજપમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં અબડાસા બેઠકનું રાજકીય ગણીત બદલાઇ શકે છે. કારણ કે, આમ આદમી પાર્ટી અને એઆઇએમઆઇએમ પણ મેદાનમાં છે. જે કોંગ્રેસની વોટબેંકમાં ભંગાણ સર્જી શકે છે.

આ અબડાસા બેઠક પર 2.53 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાં 1.30 લાખ પુરૂષ મતદારો અને 1.22 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. આ બેઠક પર કૂલ 379 બુથ મથકો આવેલા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X