અમદાવાદમાં મુસ્લિમ પરિવારોના દરવાજે લાગ્યા લાલ ચોકડીના નિશાન

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલા અમદાવાદના મુસ્લિમ રહેણાંક વિસ્તારોમાં કેટલાક પરિવારના દરવાજા અને દિવાલો પર લાલ રંગથી ચોકડીના નિશાને ચૂંટણીના મુદ્દાની વચ્ચે વિવાદ ઊભો કર્યો છે. ટાઇમ્સ નાઉની ખબર મુજબ સોમવારે મુસ્લિમ વિસ્તારોમાં કેટલાક ઘરો પાસે આવા ચિન્હ જોવા મળ્યા હતા. જે બાદ જ્યાં કેટલાક લોકો આને ભાજપનો વિરોધ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને કોંગ્રેસની ચૂંટણી પહેલાની ચાલ. પણ કારણ જે પણ હોય સ્થાનિકો આવી ચોકડીની નિશાનીથી આહત છે.

Ahmedabad

આ મામલે ભાજપના પ્રવક્તા સંમિત પત્રએ જણાવ્યું કે ચૂંટણી પહેલા હારવાની ડરે ગુજરાત કોંગ્રેસ વોટ લેવા માટે આવો ખોટો ડર ઊભો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે ભાજપ પર આરોપ મૂક્યો છે કે ભાજપ પાછું કોમી તોફાનનો ભય ઊભો કરીને ગુજરાતમાં વોટ મેળવવા માટે રાજકારણ રમી રહ્યું છે. આમ બન્ને પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ તમામ વચ્ચે આવા લાલ ચોકડીના નિશાન કોણ કરી રહ્યું છે તે અંગે હજી કોઇ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઇ.

English summary
Gujarat Election: political storm over 'X' marks on Muslim houses at Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.