Gujarat Election Results 2022 : રાજુલા પર લહેરાયો ભગવો, કોંગ્રેસના અંબરીશ ડેરની હાર
રાજુલા બેઠક પર ભાજપના હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકીને 49490 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અમરીશ ડેરને 47927 મત મળ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ બલદાણીયાને 4193 મત મળ્યા છે.
Gujarat Election Results 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 15 બેઠક પર જીત મળી છે, જ્યારે 141 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે અને 18 બેઠક પર આગળ છે. આ સાથે અન્યને 1 બેઠક મળી છે અને 1 પર આગળ ચાલી રહી છે. આવા સમયે રાજુલા વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઇ છે.

રાજુલા બેઠક પર ભાજપના હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકીને 49490 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના અંબરીશ ડેરને 47927 મત મળ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ બલદાણીયાને 4193 મત મળ્યા છે. જોકે આપ કરતા વધુ મત અપક્ષ ઉમેદવાર કરણ બારૈયાને મળ્યા છે. કરણને 4344 મત મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં આ બેઠક પર અંબરીશ ડેરનો વિજય થયો હતો. જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા. જ્યારે ભાજપના ઉમેદવાર સોલંકી હીરાભાઈ ઓધવજીભાઈ બીજા ક્રમે રહ્યા હતા.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના સોલંકી હીરાભાઈ ઓધવજીભાઈનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર બાબુભાઈ રામભાઈ રામ બીજા ક્રમે રહ્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.












Click it and Unblock the Notifications
