• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચુંટણી : ચુંટણીનો ચક્રવ્યૂહ ભેદવો મોદી માટે 'અગ્નિપરિક્ષા' સમાન !

By Kumar Dushyant
|

ગુજરાત વિધાનસભાની ચુંટણી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કોઇ અગ્નિપરિક્ષાથી કમ નથી. આ વખતે નરેન્દ્ર મોદીને કેટલાય પડકારોનો સામનો કરવો પડશે. ચોક્કસ નરેન્દ્ર મોદીએ 2002 અને 2007માં વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મોટી જીત અપાવી હતી પરંતુ હવે સ્થિતી બદલાતી જોવા મળે છે. આ બદલાતી પરિસ્થિતીઓના નરેન્દ્ર મોદી સમક્ષ પડકારોનો ઢગલો ખડકાઇ ગયો છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2002ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે એકતરફી જીત મેળવતાં 182 સીટોમાંથી 126 સીટો પર વિજય પતાકા લહેરાવી હતી. કોંગ્રેસને ફક્ત 51 સીટો મળી હતી. 2007માં પણ નરેન્દ્ર મોદીએ ભાજપને જીત અપાવી હતી. 2007ની ચુંટણીમાં ભાજપને 182 સીટોમાંથી 117 સીટો મેળવી હતી જ્યારે કોંગ્રેસને 59 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. 2007માં ભાજપે બધી જ 182 સીટો પરથી પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને તેને કુલ 49.12 ટકા વોટ મળ્યા હતા, કોંગ્રેસને 173 સીટો પરથી પોતાના ઉમેદવારને ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસને 39.63 ટકા વોટ મળ્યા હતા.

narendra-modi

ગુજરાતમાં ગત 17 વર્ષોથી ભાજપનો સત્તા પર કબજો છે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. 1998માં થયેલા વચગાળાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી અને પછી ત્યારબાદ 2002 અને 2007માં નરેન્દ્ર મોદીએ ભાજપને જબરજસ્ત સફળતા અપાવી હતી. નરેન્દ્ર મોદી 7 ઑક્ટોબર 2001થી સત્તા પર કબજો મેળવ્યો છે. પરંતુ આ વખતે ભાજપ માટે ચોથી વાર સત્તા મેળવવી ઘણી કઠિન છે. આ વખતે ભાજપ સામે ઘણા બધા મોટા પડકારો છે. નરેન્દ્ર મોદીને કયા-કયા પડકારોમાંથી પસાર થવું પડશે તેની પર એક નજર કરીએ.

કેશુભાઇ ફેક્ટર

નરેન્દ્ર મોદી સામે મોટો પડકાર છે કેશુભાઇ પટેલ. આ વખતે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી એટકે જે જીપીપી બનાવીને નરેન્દ્ર મોદી આવે મુશ્કેલીઓ ઉભી કરી દિધી છે. ભાજપના કેટલાક જૂના જોગીઓ કાશીરામ રાણા, સુરેશ મહેતા, એ કે પટેલ, ગોવર્ધન ઝડફિયા. ફકીરભાઇ ચૌહાણ જેવા નેતાઓએ બળવો પોકારી જીપીપીમાં જોડાયા છે. 2007માં નારાજ થયેલા કેશુભાઇ પટેલના અસરને નબળુ પાડવા માટે કડવા પટેલ પુરૂષોત્તમ રૂપાલાને આગળ કર્યા છે. જેથી પટેલ મતો વહેંચાય જશે અને નરેન્દ્ર મોદીને વધુ નુકશાન થશે નહી. ગુજરાતમાં લગભગ 30 ટકા પટેલ મતદારો છે. કેશુભાઇ પટેલ લેઉવા પટેલ સમુદાયના છે લેઉવા પટેલની સંખ્યા લગભગ 20 ટકા છે. જો કેશુભાઇ પટેલ આમાંથી અડધા પણ મતદારોને પોતાના પક્ષમાં કરી લે છે તો નરેન્દ્ર મોદીને મોટો ઝટકો લાગી શકે છે.

નવા સિમાંકનનો મુદ્દો

આ વખતે ચુંટણીના પરિણામો પર નવા સિમાંકનની પણ અસર વર્તાશે. વિધાનસભાની 182 સીટોમાંથી લગભગ 60 સીટોનું નવેસરથી સિમાંકન કરવામાં આવ્યું છે. સિમાંકન વસ્તીવણતરી, દરેક સીટ પર વસ્તી અને એસસી-એસટી સીટોના આધારે કરવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેલી કેટલીક સીટો હવે સામાન્ય સીટોમાં ફેરવાઇ ગઇ છે. એવી જ રીતે કેટલીક સીટો જે પહેલાંથી સામાન્ય શ્રેણીમાં હતી હવે તેને અનામત જાહેર કરવામાં આવી છે. એટલે કે 60 સીટોનું સિમાંકન નરેન્દ્ર મોદીનો ખેલ બગાડી શકે છે.

હાર-જીતનું અંતર

2007ની વિધાનસભાની ચુંટણીમાં હાર-જીતનું અંતર આ વખતે ચુંટણીના પરિણામો પર અસર કરી શકે છે. 2007ની ચુંટણીમાં 20થી વધુ સીટો પર હાર-જીતનો નિર્ણય 5000થી પણ ઓછા મતોથી થયો હતો. 2002 અને 2007 માં ભાજપે એકતરફી જીત મેળવી હતી. આ ચુંટણીમાં ભાજપે કોંગ્રેસને 10.58 અને 11.12 ટકાના અંતર માત આપી હતી. રાજકીય જાણકારોના અનુસાર પાંચ વર્ષોમાં મતદારોનો મિજાજ બદલાય છે. નવાઇ વાત નથી જો આ 20 સીટો પર આશ્વર્યજનક પરિણામો આવે, અને નરેન્દ્ર મોદીને મોટા ઝટકાનો સામનો કરવો પડશે.

શું છે નાના પક્ષોનું ગણિત

આ વખતે નાના પક્ષો ભાજપ ગણિત ખોટુ પાડી શકે છે. જો કે આનું નુકસાન કોંગ્રેસને પણ થશે. આ વખતે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જેડીયૂ, એનસીપી, લોકજનશક્તિ પાર્ટી અને સીપીએન પણ ચુંટણી મેદાને ઉતાર્યા છે. આ પક્ષોના કારણે થનાર નુકશાનને બંને પક્ષો કોંગ્રેસ-ભાજપને સહન કરવું પડશે. આ પાર્ટીના ઉમેદવારો 1000 થી માંડીને 10,000 સુધી મત મેળવે છે તો આ 20 સીટો પર અસર પડી શકે છે જેમાં હાર-જીતનું અંતર 5000 મતોનું રહ્યું હતું.

કોંગ્રેસની રણનિતી

નરેન્દ્ર મોદી સામે સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ આ વખતે યુપીની જેમ મફત સામાન વહેંચવાની રણનિતી અપનાવી છે. કોંગ્રેસે મતદારોને રિજવવા વાયદોનો વરસાદ વરસાવ્યો છે. કોંગ્રેસે 12મા ધોરણના વિદ્યાર્થીઓને મફત લેપટોપ, ઘરનું ઘર, ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે અનામતની વ્યવસ્થા અને ફીમાં 30 ટકાની છૂટ આપીશું જેવા વગેરે લલચાવનારા વાયદા કર્યા છે. આ ઉપરાંત પોતાના મતદારોને શહેરી વિસ્તારોમાં સસ્તા મકાનો અને ગામમાં પ્લોટ આપવાનો પણ વાયદો કર્યો છે. ભાજપ માટે આ વાયદાઓ સામે ભાજપ મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

સુરત-સૌરાષ્ટ્રમાં વિરોધ

જાણકારોનું માનીએ તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નરેન્દ્ર મોદીનો જાદૂ ઓસરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોદી મેનિયા ફિક્કો પડી રહ્યો છે. ઔદ્યોગિક નગરી અને હિરા ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાં પણ નરેન્દ્ર મોદી માટે 2007 જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાણીનો મુદ્દો વિકટ બનતો જાય છે. ગત 10 વર્ષોમાં નરેન્દ્ર મોદી દ્રારા કાયમી ઉપાય કરવામાં આવતાં તે ઘણા નારાજ છે. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારો અને ગામડાંઓ વસતા લોકોનું માનવું છે કે પાણીની સમસ્યા માટે રાજ્ય સરકારે કોઇ કાયમી સમાધાન કર્યું નથી. પહેલાં નરેન્દ્ર મોદીના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળતા હતા દરેક નરેન્દ્ર મોદીના નામની માળા જપતા જોવા મળતા હતા.

હિંદુત્વનો મુદ્દો ગાયબ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આ વખતે હિંદુત્વનો મુદ્દો પાછળ ધકેલાય ગયો છે, મોંઘવારી, પાણી અને મકાન જેવા મુદ્દાઓ મહત્વના બની ગયા છે. હવે વિકાસની વાતો થઇ રહી છે પ્રજા સીધો હિસાબ માંગી રહી છે. 2002 અને 2007ની ચુંટણી સાંપ્રદાયિક તણાવના આધારિત હતી. જેના કારણે ચુંટણીમાં ધ્રુવીકરણ થયું અને જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને મળ્યો. આ વખતે નરેન્દ્ર મોદીનું વલણ નરમ છે તે પોતે મુસ્લિમોને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે.

આ તમામ આંકડા પર ધ્યાન નાખીએ તો સ્પષ્ટ થાય છે કે આ વખતે વાયરો નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ વાઇ શકે છે. વિકાસનો મુદ્દો, સિમાંકન, હાર-જીતનું અંતર અને કોંગ્રેસ ના લોભામણા વચનો નરેન્દ્ર મોદીનો ખેલ બગાડી શકે છે. જો ભાજપ આ વખતે 90-95 સીટોથી સંતોષ માને તો કોંગ્રેસની જીત થઇ શકે છે. આવી પરિસ્થિતીઓ સર્જાય તો નરેન્દ્ર મોદીને કેન્દ્રનો રસ્તો પકડવો પડે તેમાં કોઇ નવાઇની વાત નથી. જો આવું બને તો ગુજરાતમાં કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની રહેલા નરેન્દ્ર મોદી હટી જતા તેમનો રસ્તો સાફ થઇ જશે.

English summary
Gujarat election 2012 is not toys play for CM Narendra Modi. This time apart from Keshubhai factor, factor like small parties, small lead winning will make hurdles to reach Modi's dream number.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more