Gujarat Election: મતદારોમાં અનેરો ઉત્સાહ, ઠંડીમાં વોટ આપવા ભીડ ઉમટી, 9 વાગ્યા સુધી 4.78% મતદાન
વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર ચાલી રહ્યુ છે ત્યારે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાર મથકોની બહાર લોકોની લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નર્મદા, ગીર સોમનાથી ચારેય વિધાનસભા બેઠકો પર વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભૂજ સ્વામિનારાયણ મંદિરના સંતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભાજપ પ્રમુખ સીઆર પાટિલ, કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ મતદાન કર્યુ હતુ. કૃષિ મંત્રી રાઘવજી પટેલા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નારણપર ગામે મતદાન કર્યુ હતુ.
9.30 વાગ્યા સુધીમાં સરેરાશ 4.92 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદર જિલ્લાનુ 9.30 વાગે સૌથી ઓછુ 3.92 ટકા અને ડાંગ જિલ્લાનુ સૌથી વધુ 7.78 ટકા મતદાન નોંધાયુ હતુ. જ્યારે ઇટાલિયાની કતારગામ સીટ પર સૌથી ઓછુ 1.41 ટકા જ મતદાન થયુ છે. જ્યારે લિંબાયતમાં 2.87 ટકા મતદાન સાથે સૌથી ઓછા મતદાનમાં બીજા ક્રમે છે. સંગીતા પાટીલની સીટ છે.
સવારે 9 વાગ્યા સુધી 4.78 ટકા મતદાન થયુ હતુ. અમરેલી: 4.68, ભરૂચ: 4.57, ભાવનગર: 4.78, બોટાદ: 4.62, ડાંગઃ 7.76, દેવભૂમિ દ્વારકા: 4.09, ગીર સોમનાથ: 5.17, જામનગર: 4.42, જૂનાગઢ: 5.04, કચ્છ: 5.06, મોરબી: 5.17, નર્મદા: 5.30, નવસારી: 5.33, પોરબંદર: 3.92, રાજકોટઃ 5.04, સુરેન્દ્રનગરઃ 5.41, તાપી: 7.25, વલસાડ: 5.58












Click it and Unblock the Notifications
