ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દિવાળી બાદ બે તબક્કામાં યોજાવાની સંભાવના

ગુજરાતની ચૂંટણીના ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લા એક વર્ષથી અનેક પ્રકારે મતદારોને આકર્ષવા માટે પાર્ટીએ આપેલા લાભ અને વિકાસની વાતો કરવાની શરૂ કરી દીધી છે. આ વખતે વિકાસ અને ભ્રષ્ટાચાર મુખ્ય ચૂંટણી મુદ્દા બની રહ્યા છે ત્યારે બંને પક્ષોએ એક બીજા ઉપર આક્ષેપબાજી શરૂ કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનું શરૂ કર્યું છે.
આ વર્ષે યોજાનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમવાર નવા સીમાંકન પ્રમાણે યોજાવા જઇ રહી છે ત્યારે બદલાયેલા મતદાર સમીકરણોને લાભ કયો પક્ષ સૌથી વધારે મેળવી શકે છે તેના પર સૌની નજર છે. નવા મત વિસ્તારોને ધ્યાનમાં રાખીને પક્ષોએ નવો વ્યૂહ ઘટ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 વધારે રસાકસી ભરી બની રહે તેવી સંભાવના છે. કારણ કે આ વખતે ભાજપના અસંતુષ્ટોએ ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને પટેલ સમાજના અગ્રણી આગેવાન કેશુભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી છે. તેઓ ગુજરાતમાં તમામ બેઠકો પરથી ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખશે. ઉપરાંત ગુજરાત બહારના પક્ષો જેવા કે જદયુ, રાજપા, સપા, લોજપા વગેરે અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં વધારે બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું વિચારી રહ્યા છે.












Click it and Unblock the Notifications
