For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલની કથિત વીડિયો ક્લિપ વાયરલ, જાણો તેની પ્રતિક્રિયા

કોંગ્રેસ પાટીદાર અનામત મામલે આપેલ ત્રણ વિકલ્પો અંગે વિચાર કરવામા માટે પોસ કોર કમિટિની બેઠક મળી હતી. ત્યાં બીજી બાજુ હાર્દિક પટેલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

પાસ કન્વીનર હાર્દિક પટેલ એક તરફના પાસના કોર કમિટીના સભ્યો સાથે બેઠકમાં વ્યસ્ત છે, કોંગ્રેસ પાટીદાર અનામત મામલે આપેલ ત્રણ વિકલ્પો અંગે વિચાર કરવામા માટે આ બેઠક મળી છે. ત્યાં બીજી બાજુ હાર્દિક પટેલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક કથિત રીતે એક યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો છે. હાર્દિક પટેલને આ પ્રકારની ઘટના થવાની જાણે પહેલેથી જ આશંકા હતી, આથી તેણે પહેલા પણ કહ્યું હતું કે, ધીરે-ધીરે મારો વીડિયો પણ આવશે અને હવે એ વાત સાચી ઠરી છે. આ અંગે ટ્વીટ કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગંદા રાજકારણની શરૂઆત થઇ ગઇ છે. મને બદનામ કરો, કોઇ ફરક નથી પડતો, પરંતુ ગુજરાતની મહિલાઓનું અપમાન થઇ રહ્યું છે.

Hardik Patel

હાર્દિક પટેલ અને યુવતીની 10 મિનિટ લાંબી 2 વીડિયો ક્લિપ વાયરલ થઇ છે અને એમાં યુવતી ગુજરાતીમાં બોલતી સાંભળવા મળે છે. જો કે, વીડિયોમાં યુવતીનો ચહેરો દેખાતો નથી. આ અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે, મેં કંઇ ખોટું કામ કર્યું નથી. આ વાયરલ વીડિયો અંગે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, જેણે વીડિયો આપ્યો એ ભાજપમાં જોડાયા છે. બેંગકોકમાં આવા વીડિયો બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવતા જ રાજ્યમાં પાટીદાર અનામતનો મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો છે અને આ મામલે ભાજપ અને પાસ વચ્ચે સંઘર્ષ સતત ચાલુ છે. આથી આ વીડિયો બહાર આવ્યા બાદ પણ ભાજપ અને હાર્દિક પટેલ વચ્ચે આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

English summary
Gujarat Elections 2017: PAAS convener Hardik Patel's video went viral. What he has to say about it?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X