"ન્યૂ ઇન્ડિયાના તમામ માપદંડો પર ગુજરાતની ઐતિહાસિક પ્રગતિ"

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા ગૌરવ મહા સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભાજપના નેતાઓ ઘરે-ઘરે જઇને જનતાને મળી પ્રચાર કરી રહ્યાં છે. આ જ શ્રેણીમાં રેલવે મંત્રી પિયુષ ગોયલ બુધવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે નિકોલથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે પત્રકાર પરિષદમાં જીએસટી અને નોટબંધી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને નાથવા માટે નોટબંધીનો નિર્ણય લીધો હતો. વેપારીઓએ પણ એકજૂટ થઇને આ નિર્ણય વધાવ્યો છે. આ કારણે દેશ આજે ડીજિટલ ઇકોનોમી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ડીજિટલ ટ્રાન્ઝેક્શનમાં 58 ટકાનો વધારો નોંધાયો છે. નોટબંધીનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે, કાણા નાણાં માટે ઉપયોગમાં લેવાતા ખાતાઓની ઓળખ થઇ શકી છે. નહીં તો અત્યાર સુધી આ જ સૌથી મોટો પ્રશ્ન હતો.

piush goyal

જીએસટી અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. પરમદિવસે વધુ એક બેઠક મળશે. ટેક્સની કમાણી વધતા ટેક્સ સ્લેબમાં પણ ઘટાડો કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે, જેમાં તમામ રાજ્યોના મંત્રીઓ પણ હાજર હતા. વેપારીઓએ એક સૂરે જીએસટીનું સમર્થન કર્યું હતું. ભારતમાં ટ્રાન્સફોર્મેશન જર્નીની શરૂઆત થઇ છે, આ જર્ની પ્રમાણિક સરકાર, પ્રમાણિક રાજકારણ અને પ્રમાણિક અર્થતંત્રની છે. આજે કર્મચારીઓના પગાર સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે, જેનો ફાયદો એ છે કે લગભગ 1 કરોડ 30 લાખ વ્યક્તિઓ આજે ઇએસઆઇની સ્વાસ્થ્ય લાભ યોજના સાથે જોડાયેલા છે. વર્ષ 2022 સુધીમાં જે ન્યૂ ઇન્ડિયાની કલ્પના કરવામાં આવી છે, જે ભ્રષ્ટાચારમુક્ત હોય, જ્યાં સારું શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ હોય, દરેક પાસે ઘર હોય, 24 કલાક વીજળી હોય, સ્વચ્છ પાણી હોય; આ તમામ માપદંડો પર ગુજરાતે ઐતિહાસિક પ્રગતિ કરી છે.

English summary
Gujarat Elections 2017: Railway Minister Piyush Goyal in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.