Gujarat Election: રોબોટથી પ્રચાર કરાવી રહ્યા છે ભાજપ ઉમેદવાર, ડોર-ટુ-ડોર કેમ્પેઈન પણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણીના પ્રચાર માટે અનોખી રીતો અપનાવી રહ્યા છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણીના પ્રચાર માટે અનોખી રીતો અપનાવી રહ્યા છે. આજે રોબોટ દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવાના સમાચાર છે. ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ કહ્યુ કે તેઓ પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે રોબોટની મદદ લેશે.

ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યુ કે આ રોબોટને ચૂંટણી પ્રચારનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. આ રોબોટ મલ્ટી ઝોન આઈટી સેલ ચીફ હર્ષિત પટેલે બનાવ્યો છે. તે અમારા માટે પ્રચાર કરશે. તેમાં અમારી પાર્ટી અને વક્તાઓ દ્વારા કરવામાં આવેલ કામ બતાવવા માટેની સ્ક્રીન છે. લોકોને આ ગમ્યુ છે અને અમારા કાર્યકરો આને લઈને જનસભાઓ માટે નીકળ્યા છે. રોબોટ નિર્માતા હર્ષિત પટેલે જણાવ્યુ કે અમે આ રોબોટને ખાસ ટેકનિકથી તૈયાર કર્યો છે.
આ રોબોટ લોકોને પેમ્ફલેટ વહેંચે છે. અમે તેનો ઉપયોગ ડોર-ટુ-ડોર પ્રચાર માટે અને વિધાનસભાના કાર્ય માટે પણ કરીએ છીએ, જેમાં અમે ઉમેદવારના પ્રચાર માટે પ્રી-રેકોર્ડેડ સ્લોગન સાથે સ્પીકર જોડ્યા છે. અહીં તસવીરોમાં તમે આ રોબોટ જોઈ શકો છો. રોબોટ કેવી રીતે લોકોને પેમ્ફલેટ વહેંચી રહ્યો છે, ભાજપના નેતાઓનુ કહેવુ છે કે તેની મદદ ડોર ટુ ડોર પ્રચારમાં પણ લેવામાં આવશે.
This robot distributes pamphlets to the public. We also use it for door-to-door campaigns, and Legislation Assembly's work, we have also attached speakers along with pre-recorded slogans for candidate campaigning: Harshit Patel, Robot manufacturer#GujaratElections2022 pic.twitter.com/9h5d9zp4Zt
— ANI (@ANI) November 18, 2022
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
