For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 વર્ષની બાળકીમાં કોરોના પૉઝિટીવ મળતા માતાપિતા સામે FIR, જાણો કારણ

અમુક લોકો એવા પણ છે જે લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કરીને પોતાની અને લોકોની જિંદગી જોખમમાં નાખી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કેસ ગુજરાતમાં સામે આવ્યો છે

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા કેસને જોતા સરકારે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. પરંતુ અમુક લોકો એવા પણ છે જે લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન કરીને પોતાની અને લોકોની જિંદગી જોખમમાં નાખી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કેસ ગુજરાતમાં સામે આવ્યો છે જ્યાં એક 4 વર્ષની બાળકીમાં કોરોના પૉઝિટીવ મળવા પર તેના માતાપિતા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુજરાત પોલિસે આ અંગેની માહિતી આપી છે.

માતાપિતા સામે થઈ કાયદાકીય કાર્યવાહી

માતાપિતા સામે થઈ કાયદાકીય કાર્યવાહી

મળતી માહિતી મુજબ કેસ ગુજરાતના ભાવનગર જિલ્લાનો છે જ્યાં ચાર વર્ષની બાળકીને કોરોના વાયરસથી સંક્રમિથ મળી આવ્યા બાદ તેના માતાપિતા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલિસે એફઆઈઆર કરવા પાછળનુ કારણ જણાવતા કહ્યુ કે બાળકીના પરિવારજનો લૉકડાઉનની અવગણના કરીને બાળકીને લઈને એક સંબંધીના ઘરે જતા રહ્યા હતા.

બાળકીને લઈને સંબંધીના ઘરે ગયા હતા

બાળકીને લઈને સંબંધીના ઘરે ગયા હતા

પોલિસ અધિકારીએ જણાવ્યુ કે બાળકીના પિતા જમનાકુંડ વિસ્તારમાં કોરોના નિયંત્રણ ક્ષેત્રમાં રહે છે અને ખુદને સરકારી અધિકારી ગણાવીને પોલિસને એક ચિઠ્ઠી આપી અને ત્યાંથી 18 કિલોમીટર દૂર ઘોઘામાં બાઈક પર પોતાની પત્ની અને બાળકી સાથે પોતાના સંબંધીને ત્યાં પહોંચી ગયા. અધિકારીએ જણાવ્યુ કે શનિવારે ઘોઘામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવા પર માલુમ પડ્યુ કે બાળકી કોરોના પૉઝિટીવ છે.

મહામારી બિમારી કાયદા હેઠળ કેસ નોંધાયો

મહામારી બિમારી કાયદા હેઠળ કેસ નોંધાયો

રિપોર્ટ્સ મુજબ હાલમાં બાળકીને ભાવનગરની એક હોસ્પિટલમાં પૃથક કેન્દ્રમાં ભરતી કરવામાં આવી છે. વળી, બાળકીના સંપર્કમાં આવેલા તેના માતાપિતા અને બે અન્ય લોકોને હોસ્પિટલમાં જ ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. બાળકીના પિતા સામે કલમ ભારતીય દંડ સંહિતા(આઈપીસી)ની કલમ 170, કલમ 269, કલમ 270 અને કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પિતા સામે મહામારી બિમારી કાયદાની જોગવાઈએ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 9000ને પાર, છેલ્લા 24 કલાકમાં 35ના મોતઆ પણ વાંચોઃ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 9000ને પાર, છેલ્લા 24 કલાકમાં 35ના મોત

English summary
Gujarat: FIR against parents for getting Corona positive in 4-year-old girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X