ગુજરાતના ગરબા આયોજકો GST વિભાગના સંકજામાં, અમદાવાદ-સુરતમાં 10 ટીમો ત્રાટકી

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન જ ગરબા આયોજકો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે તવાઈ બોલાવી છે.

અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં 10થી વધુ ટીમોએ એકસાથે 25થી વધુ ગરબા આયોજન સ્થળો પર દરોડા પાડ્યા છે.

GST Raids on Gujarat Garba Organizers

આ કાર્યવાહીમાં ખાસ કરીને જે આયોજકો 500 કરતાં વધુ કિંમતના ગરબા પાસનું વેચાણ કરતા હતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.

GST વિભાગે ગરબાના પાસનું બેફામ વેચાણ કરતા અને નિયત રકમ કરતાં વધુ કિંમતે અથવા તો બ્લેકમાં પાસનું વેચાણ કરતા આયોજકો પર કાર્યવાહી કરી છે.

અહેવાલો, જાણીતા લોકગાયક આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબા આયોજન સ્થળો પર પણ GST વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે.

આ દરોડામાં પાસના વેચાણ, આવક અને ટેક્સની ચૂકવણી સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. GST વિભાગની આ આકસ્મિક કાર્યવાહીથી ગરબા આયોજક જગતમાં ખળભળાટ મચી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X