ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોની રચના થશે, જાણો કયા જિલ્લાને મળશે લાભ

Gujarat News: ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ગ્રામીણ સ્તરે બેંકિંગ સુવિધાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં નવી 9 જિલ્લા સહકારી બેંકો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat News

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સહકારી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે કટિબદ્ધ છે. નાબાર્ડ (NABARD) ના સહયોગથી આ બેંકોનો વ્યાપ વધારવામાં આવશે, જેથી ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરે જ બેંકિંગ સેવાઓ મળી રહે.

વિભાજન દ્વારા નવા જિલ્લાઓને મળશે પોતાની બેંક

વહીવટી સરળતા અને જે-તે જિલ્લાના વિકાસને વેગ આપવા માટે હાલની મોટી સહકારી બેંકોનું વિભાજન કરીને નવી બેંકો બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

હાલની બેંકનું નામ | નવી બનનારી બેંકનો જિલ્લો
પંચમહાલ બેંક | દાહોદ
સાબરકાંઠા બેંક | અરવલ્લી
સુરત બેંક | તાપી
વડોદરા બેંક | છોટા ઉદેપુર
જામનગર બેંક | દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ બેંક | પોરબંદર
ખેડા બેંક | આણંદ
વલસાડ બેંક | ડાંગ અને નવસારી

ગ્રામીણ અર્થતંત્રને મળશે વેગ

નવી જિલ્લા સહકારી બેંકો અસ્તિત્વમાં આવવાથી જે-તે જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે. આ નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં નવી રોજગારીની તકો પણ ઉભી થશે અને ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X